ખુલ્લી નળીવાળા મેનોમીટરની મદદથી વાયુનું દબાણ કેવી રીતે માપી શકાય છે તે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ખુલ્લી નળીવાળું મેનોમીટર એક સાદી રચના છે.

આ રચનાની મદદથી બંધપાત્રમાં રહેલા વાયુનું દબાણ માપી શકાય છે.

આ સાધનની રચનામાં $U$ આકારની ટ્યૂબ (નળી) હોય છે. આ ટ્યૂબમાં પ્રવાહી ભરેલું હોય છે. ટ્યૂબનો એક છેડો ખુલ્લો હોય છે અને બીજો છેડો જે તંત્રનું દબાણ માપવું હોય તેની સાથે જોડેલો હોય છે.

$A$ બિંદુ આગળનું દબાણ $P$ ધારો.

નળીના ખૂલ્લા છેડા પાસે દબાણ $P _{ a }$ છે.

$A$ અને $B$ સમાન ઉંચાઈએ આવેલા બિંદુ છે તેથી $A$ અને $B$ પાસે દબાણ સમાન હોય છે.

$P = P _{ B }$

$\therefore P = P _{ A }= P _{ B }= P _{ a }+h \rho g$

આમ,$P = P _{ a }+h \rho g$

$h= B$ ઉપરના પારાના સ્તંભની ઉંચાઈ છે.

$g=$ પ્રવાહીની ધનતા છે.

$P$ને આપેલા બિંદુનું નિરપેક્ષ દબાણ કહે છે.

$P - P _{ a }$ અથવા $h \rho g$ ને ગેજ દબાણ કહે છે.

ગેજ દબાણ એે મેનોમીટરમાં રહેલાં પારાની ઊંચાઈના સમપ્રમાણમાં છે.

 

Similar Questions

$w$ જાડાઈ ધરાવતા અને $H$ ઊંંચાઈ ધરાવતા ડેમમાં પાણી ભરવામાં આવે છે, તો ડેમ પર લાગુ પડતું પરીણામી બળ.

$10$ સેમી ઊંચાઈ સુધી પાણી ભરેલા પાત્રમાં સપાટી અને તળિયે દબાણનાં તફાવત ..... .

  • [AIIMS 2019]

પાત્રમાં ભરેલા પ્રવાહીની ઘનતા $900 kg/m^3$ છે,તો તળિયા પર લાગતું બળ $(g = 10\,m{s^{ - 2}})$  ...... $N$ હશે ?

$H$ ઊંચાઈ અને $\rho$ ઘનતા ધરાવતા ટેન્કમાં પ્રવાહી ભરવામાં આવે છે. તો આ કન્ટેનરની દીવાલ પર લાગતું સરેરાશ દબાણ.

મર્યાદિત હવાનું દબાણ $p$ છે. જો વાતાવરણનું દબાણ $P$ છે તો...