લાક્ષણિક પુંકેસર વિશે જણાવી, પરાગાશયની આંતરિક રચના વર્ણવો.
લાક્ષણિક પુંકેસરના બે ભાગો દર્શાવેલ છે. લાંબા અને પાતળા દંડને તંતુ કહે છે અને અગ્રીય ભાગ સામાન્યતઃ દ્વિખંડીય હોય છે જેને પરાગાશય કહેવાય છે, તંતુનો નિકટવર્તી છેડો પુષ્પના પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલ હોય છે, જુદી-જુદી જાતિઓનાં પુષ્પોમાં પુંકેસરની સંખ્યા અને લંબાઈમાં વિવિધતા હોય છે.
દસ પુષ્પોના પુંકેસરને એકત્રિત કરતા તેનું કદ વિશાળ જોવા મળે છે. સૂક્ષ્મદર્શક યંત્ર વડે પુંકેસરનું અવલોકન કરતા વિવિધ પુષ્પોમાં આકાર અને પરાગાશયના જોડાણ બાબતે સ્પષ્ટતા મળે છે.
લાક્ષણિક આવૃત બીજધારીમાં પરાગાશય દ્વિખંડી હોય છે. દરેક ખંડ બે કોટરો (theca) ધરાવે છે. એટલે કે દ્વિકોટરીય છે અને પરાગાશય ચતુ:કોટરીય (tetrathecous) છે.
દરેક ખંડમાં તેની લંબાઈ પ્રમાણે આયામ ધરીએ ખાંચ હોવાથી ખંડો એકબીજાથી છૂટા પડે છે. જેના ચારે ખૂણે લઘુબીજાણુધાનીઓ આવેલી હોય છે.
લઘુબીજાણુધાની વિકાસ પામી પરાગકોથળીમાં પરિણમે છે.
પરાગકોથળી પરાગરજોથી ભરેલી હોય છે.
........ થી વઘુ આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, ....... થી ઓછી આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે.
બહુકોષકેન્દ્રીય અવસ્થા હાજર હોય તેવી આવૃત બીજધારી વનસ્પતિની પેશીનું ઉદાહરણ -
આકૃતિમાં $'a'$ અને $'b'$ અનુક્રમે શું દર્શાવે છે?
અસંલગ્ન વસ્તુ શોધો.
પરાગરજ શેની હાજરીને લીધે અશિમ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે?