એન્યુપ્લોઇડીની વ્યાખ્યા આપો. તે પોલિપ્લોઇડીથી કઈ રીતે અલગ પડે છે ? નીચેની રંગસૂત્રીય અનિયમિતતા ધરાવતા વ્યકિતઓની ચર્ચા કરો. $(a)$ $21$ મા રંગસૂત્રની ટ્રાયસોમી $(b)$ $XXY$ $(c)$ $XO$
એન્યુપ્લોઇડીનું કારણ નોન-ડિસ્જંક્શન છે. જેના કારણે અર્ધીકરણ દરમિયાન એક કે વધુ રંગસૂત્રોની સંખ્યામાં વધારો કે ઘટાડો જોવા મળે છે.
પોલિપ્લોઇડીની ઘટનામાં સજીવ $(n)$ સંખ્યાના ગુણાંકમાં રંગસૂત્રોની સંખ્યા ધરાવે છે. $3n, 4n$ વગેરે. પોલિપ્લોઇડી સામાન્ય રીતે વનસ્પતિઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.
$(a)$ ડાઉન્સ સિન્ડ્રોમ $21$માં રંગસૂત્રની ટ્રાયસીમીથી થતી દૈહિક રંગસૂત્રની અનિયમિતતા દશાવે છે. આવી વ્યક્તિ વામન, ગોળ-મોટું માથું ધરાવે છે, મોં ખુલ્લું રહે છે, જીભ જાડી ને લબડતી હોય છે. ટૂંકી ગરદન, ત્રાંસી, ઢળતાં પોપચાંવાળી આંખ ધરાવે છે. આવી વ્યક્તિ માનસિક મંદતા, અલ્પવિકસિત પ્રજનન અંગો ધરાવે છે.
$(b)$ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, લિંગી રંગસુત્ર સાથે સંકળાયેલ છે. જેમાં $XXY$ બંધારણ જોવા મળે છે. સજીવ નર હોવાં છતાં માદાના લક્ષણો ધરાવે છે. વિકસિત સ્તન, શરીર પર વાળનો અભાવ, વંધ્યતા, તીણો અવાજ, દાઢી-મૂછનો અભાવ જોવા મળે છે.
$(c)$ ટર્નર્સ સિન્ડ્રોમ લિંગી રંગસૂત્રીય અનિયમિતતા છે. $XO$ (મોનોસોમી) બંધારણ દર્શાવે છે. માદા વંધ્ય હોય છે. અંડપિંડ, પ્રજનન અંગો, અલ્પવિકસિત ઢાલ આકારની છાતી, કરચલીવાળી ગરદન, સ્તન અલ્પવિકસિત, ટૂંકું કદ, માનસિક મંદતા જોવા મળે છે,
મનુષ્યમાં, ક્યો રોગ એક $X$ લીંગી રંગસૂત્ર ગેરહાજર હોવાથી થાય છે?
સાચી જોડ શોધો :
નીચેનામાંથી કયું ટ્રાયસોમી દર્શાવતું નથી?
ડાઉન્સ સિન્ડ્રોમ શેને કારણે થાય છે?
શબ્દભેદ સમજાવો : યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી