પ્રક્રિયાઓ જેની વેગ અભિવ્યક્તિ
$(a)$ વેગ $=k[ A ]^{1 / 2}[ B ]^{3 / 2}$
$(b)$ વેગ $=k[ A ]^{3 / 2}[ B ]^{-1}$
છે તે પ્રક્રિયાના એકંદર ક્રમ ગણો.
$(a)$ વેગ $=k[ A ]^{ x }[ B ]^{ y }$
ક્રમ $=x+y$
તેથી કમ $\frac{1}{2} + \frac{3}{2} = 2$ એટલે કે દ્વિતીય ક્રમ.
$(b)$ ક્રમ $ = \frac{3}{2} + \left( { - 1} \right) = \frac{1}{2}$ એટલે કે અર્ધ ક્રમ
ડાયમિથાઇલ ઇથરનું વિઘટન $CH _{4}, H _{2}$ અને $CO$ માંની બનાવટમાં પરિણમે છે અને પ્રક્રિયા વેગ આ પ્રમાણે આપી શકાય છે.
વેગ $=k\left[ CH _{3} OCH _{3}\right]^{3 / 2}$
પ્રક્રિયાનો વેગ બંધ પાત્રમાં દબાણનો વધારો કરીને અનુસરી (કરી) શકાય છે જેથી વેગ અચળાંક ડાયમિથાઇલના આંશિક દબાણમાં અભિવ્યક્ત કરી શકાય.
વેગ $=k\left(p_{ CH _{3} OCH _{3}}\right)^{3 / 2}$
જો દબાણ $bar$ અને સમય મિનિટમાં માપવામાં આવે, તો વેગ અને વેગ અચળાંકના એકમો શું હશે ?
ક્લોરિન પરમાણુઓની હાજરીમાં ઓઝોનની ઓકિસજન પરમાણુઓ સાથેની પ્રક્રિયા નીચે દર્શાવેલ બે તબક્કા મુજબ થઈ શકે છે.
${O_3}(g)\, + \,C{l^ * }(g)\, \to \,{O_2}(g) + Cl{O^ * }(g)$ ..... $(i)$ $[{K_i} = 5.2 \times {10^9}\,\,L\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}]$
$Cl{O^ * }(g) + {O^ * }(g)\, \to \,{O_2}(g) + \,C{l^ * }(g)$ ..... $(ii)$ $[{K_{ii}} = 2.6 \times {10^{10}}\,\,L\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}]$
તો સમગ્ર પ્રક્રિયા ${O_3}(g){\mkern 1mu} + {\mkern 1mu} {O^*}(g){\mkern 1mu} \to {\mkern 1mu} 2{O_2}(g)$ માટે સમગ્ર પ્રક્રિયાનો વેગ .......... $L\,\,mo{l^{ - 1}}\,{s^{ - 1}}$ અચળાંક કોની સૌથી નજીક હશે ?
પ્રક્રિયા $A+ B \rightarrow$ નીપજો, માટે $B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર બમણો થાય છે. અને બંને પ્રક્રિયકો $(A$ અને $E)$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર $8$ ના ગુણાંકથી વધે છે. આ પ્રક્રિયા માટે વેગ નિયમ ............. થશે.
પદાર્થ $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયા માટેની વેગનિયામ નીચે મુજબ છે. વેગ $= K[A]^n[B]^m $ જો $A$ નું સાંદ્રણ બમણું કરવામાં આવે તથા $B$ ની સાંદ્રતા અડધી કરવામાં આવે તો નવા વેગ એ મૂળવેગ વચ્ચેનો ગુણોત્તર કેટલો થશે ?
પ્રક્રિયાનો અદ્ય આંશિક ભાગ પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયકની સાંદ્રતાના વ્યસ્ત રીતે બદલાય છે. તો પ્રક્રિયાનો ક્રમ શોધો?