સમાન મૂલ્ય q ધરાવતા બે વિદ્યુતભારો $X-$ અક્ષ પર $ x=-a$ અને $x=a$ આગળ રાખેલ છે. $m$ દળ ધરાવતો અને $q_0=\frac{q}{2}$ વિદ્યુતભાર ધરાવતો એક કણ ઊગમબિંદુ પર મૂકેલ છે.હવે જો $q_0$ વિદ્યુતભારને $Y-$ અક્ષની દિશામાં શૂક્ષ્મ સ્થાનાંતર $(y < < a) $ આપવામાં આવે,તો કણ પર લાગતું પરિણામી બળ _______ ના સમપ્રમાણમાં હશે.
$y$
$-y$
$\frac{1}{y}$
$-$$\;\frac{1}{y}$
બે સમાન ગોળાઓનો વિદ્યુતભાર $+q$ અને $-q$ છે અને તેઓને અમુક અંતરે મૂકેલા છે. તેમના વચ્ચે $F$ બળ લાગે છે. જો બે ગોળાની વચ્ચે $+q$ વિદ્યુતભાર વાળો સમાન ગોળો મૂકવામાં આવે તો તે બળ અનુભવે છે અને જેનું મૂલ્ય અને દિશા ...... છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બાજુઓ સમાન હોય તેવા કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ આગળ ત્રણ વિદ્યુતભાર $Q, +q$ અને $+q$ મૂકેલા છે. તંત્રની રચનાનું ચોખ્ખું સ્થિત વિદ્યુત શાસ્ત્રનું બળ શૂન્ય છે. જો $Q$ ........ ને સમાન છે.
બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું અપાકર્ષી બળ $F$ હોય ત્યારે તેમની વચ્ચેનું અંતર $1\, m$ છે. હવે આ બિંદુવત વિદ્યુતભારને $25\, cm$ ની ત્રિજ્યાવાળા ગોળા પરના વિદ્યુતભાર વડે બદલવામાં આવે છે. તેઓના કેન્દ્રો વચ્ચે અંતર $1 \,m$ છે. તો બે કિસ્સાઓમાં અપાકર્ષી બળ......મુજબ ઘટશે.
$Q = 10$$\ \mu C$ જેટલો સમાન વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓને $1 \ m$ લંબાઇની દોરી વડે એક જ દઢ આધાર પરથી લટકાવવામાં આવે છે.સંતુલિત સ્થિતિમાં જો બે દોરી વચ્ચેનો ખૂણો $60^°$ હોય,તો દોરીમાં કેટલા ....$N$ તણાવબળ ઉત્પન્ન થશે?. $(\frac{1}{{\left( {4\pi {\varepsilon _0}} \right)}} = 9 \times {10^9}\ Nm/{C^2})$
$(a)$ કૉપરના અલગ કરેલા બે ગોળાઓ $A$ અને $B$ નાં કેન્દ્રો વચ્ચેનું અંતર $50 \,cm$ છે. જો દરેક પરનો વિદ્યુતભાર $6.5 \times 10^{-7}\; C$ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણનું બળ કેટલું હશે ? $A$ અને $B$ વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે. $(b)$ જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે?