નિયમિત રીતે ગતિ કરતાં ક્રિકેટના દડાને સૂક્ષ્મ સમયગાળામાં બેટ વડે ફટકારતાં તે પાછો ફરે છે, તો સમય સાથે તેના પ્રવેગનો ફેરફાર દર્શાવો. (પાછા ફરવાની દિશામાં પ્રવેગ ધન લેવો.)
ગુરુત્વબળોની અસરને અવગણીએ તો નિયમિત (અચળ) ઝડપથી ગતિ કરતાં દડાને બેટ વડે ફટકારતાં દડાની ગતિની દિશા બેટ વડે લાગતાં બળની દિશામાં હશે.
શરૂઆતમાં દડાનો વેગ અચળ હોવાથી પ્રવેગ શૂન્ય અને બેટ વડે તેના પર બળ લાગતાં પ્રવેગ મહત્તમ થઈને શૂન્ય બને. આમ, પ્રવેગના ફેરફારને દર્શવવેલ આલેખમાં જોવા મળે.
કણે $t$ સમયમાં કાપેલું અંતર $x$ એ $x = {\left( {t + 5} \right)^{ - 1}}$ સૂત્ર મુજબ બદલાય છે. કણનો પ્રવેગ શેના સમપ્રમાણમાં હશે?
નિયત અંતરેથી શરુ થતા ગતિ કરી રહેલા કણનો પ્રવેગ $(a)$ સમય $(t)$ નો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. નીચેનામાંથી કયો આલેખ તેના સમય $(t)$ સાથે વેગ $(v)$ ની વિવિધતા શ્રેષ્ઠતાથી રજૂઆત કરે છે?
સ્થિર સ્થિતિમાંથી ગતિ કરતા કણનો પ્રવેગ $a=2(t-1)$ છે , તો $t=5 s$ એ કણનો વેગ ($m/s$ માં)
ગતિમાન પદાર્થના વેગ અને પ્રવેગ બંને ધન અથવા બંને ઋણ હોય ત્યારે પદાર્થની ઝડપમાં કેવો ફેરફાર થશે ?
એક કાર સ્થિર સ્થિતિમાંથી $\alpha$ જેટલા અચળ દરથી અમુક સમય સુધી પ્રવેગિત ગતિ કરે છે, પછી $\beta$ જેટલા અચળ દરે ધીમી પડીને સ્થિર થાય છે. જો તેના માટેનો કુલ સમય $t$ સેકન્ડ હોય, તો કારે મેળવેલ મહત્તમ વેગ કેટલો હશે?