એલ્યુમિનિયમની એક પાતળી તકતીની જાડાઇ માપવા માટે $0.5\;mm$ ના પીચ અને વર્તુળાકાર સ્કેલના $50$ કાપાં ધરાવતો એક સ્કુગેજ ઉપયોગમાં લેવાય છે. તકતી રાખ્યા વગર સ્કુગેજને પૂરો બંધ કરવા વર્તુળાકાર સ્કેલનો $45$ માં કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય સાથે સંપાત થાય છે અને મુખ્ય સ્કેલનો શૂન્ય મુશ્કેલીથી દેખાય છે. તકતી રાખ્યા બાદ સ્કુગેજને બંધ કરતા મુખ્ય સ્કેલ પરનો $0.5\, mm$ તથા વર્તુળાકાર સ્કેલ પર $25$ મો કાંપા વંચાય છે. આ તકતીની જાડાઇ ....... $mm$ થશે.
એક સ્ક્રૂ ગેજની વર્તુળાકાર સ્કેલ પર $50$ કાંપા છે. સ્ક્રૂગેજને વાપરતા પહેલા વર્તુળાકાર સ્કેલ મુખ્ય સ્કેલ કરતાં ચાર એકમ આગળ છે. વર્તુળાકાર સ્કેલ એક સંપૂર્ણ ભ્રમણ પૂરું કરે ત્યારે તે મુખ્ય સ્કેલ પર $0.5\, mm$ જેટલું સ્થાનાંતર કરે છે. શૂન્ય ત્રુટિનું પ્રકૃતિ અને સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપશક્તિ અનુક્રમે કેટલી હશે?
એક વસ્તુની જાડાઈ માપવા માટે એક $0.1\;cm$ પેચઅંતર અને વર્તુળાકાર સ્કેલ પર $50$ કાંપા ધરાવતો સ્ક્રૂગેજ વાપરવામાં આવે છે. તેના દ્વારા મપાતું સાચું અવલોકન કેટલું હશે?
એક સ્ક્રૂ ગેજની લઘુતમ માપ શક્તિ $0.01\, mm$ છે અને તેની વર્તુળાકાર માપપટ્ટી પર $50$ કાપાઓ છે આ સ્ક્રૂ ગેજનો અંતરાલ (પિચ) $........mm$ છે
કોઈ સ્ટીલના દડાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપતા મુખ્ય સ્કેલ $(MS)$ પર $0. 1\,cm$ અને ગૌણ સ્કેલ $(VS)$ નો $10$ મો કાપો મુખ્ય સ્કેલના $9$ માં કાપા સાથે એકરૂપ થાય છે. દડા ના એવા ત્રણ માપન નીચે પ્રમાણે છે:
ક્રમાંક | મુખ્ય સ્કેલનું માપ $(cm)$ | ગૌણ સ્કેલના કાપા |
$(1)$ | $0.5$ | $8$ |
$(2)$ | $0.5$ | $4$ |
$(3)$ | $0.5$ | $6$ |
જો શૂન્યાંક ત્રુટિ $- 0.03\,cm$ હોય, તો સુધારેલો સરેરાશ વ્યાસ ........... $cm$ થાય.