એક ચળકતા કથ્થાઈ રંગના તત્ત્વ $'X'$ ને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે, તત્ત્વ $'X'$ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો.
ચળકતા ભૂરા રંગનું તત્ત્વ $‘X’$ એ કૉપર (તાંબુ) છે, તેને ગરમ કરવાથી કાળા રંગના સંયોજન કૉપર $(II)$ ઑક્સાઇડ બનાવે છે. જેમ કે,
$2Cu{\kern 1pt} \, + {O_2}_{(g)}{\kern 1pt} \xrightarrow{{Heat}}2Cu{O_{(s)}}$
$'X'$ કોપર (તાંબું ) કોપર $(II)$ ઓકસાઈડ (કાળો રંગ)
તમે અવક્ષેપન પ્રક્રિયાનો શું અર્થ કરો છો ? ઉદાહરણો આપી સમજાવો.
$Fe _{2} O _{3}+2 Al \rightarrow Al _{2} O _{3}+2 Fe$
ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે ?
આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ ઉમેરતાં શું થાય છે ? સાચા જવાબ પર નિશાન કરો.
નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણો લખો :
$(a)$ કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ $+$ કાર્બન ડાયૉક્સાઇડ $\to $ કૅલ્શિયમ કાર્બોનેટ $+$ પાણી
$(b)$ ઝિંક + સિલ્વર નાઇટ્રેટ $\to $ ઝિંક નાઇટ્રેટ $+$ સિલ્વર
$(c)$ ઍલ્યુમિનિયમ $+$ કૉપર ક્લોરાઇડ $\to $ ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ $+$ કૉપર
$(d)$ બૅરિયમ ક્લોરાઇડ $+$ પોટૅશિયમ સલ્ફેટ $\to $ બૅરિયમ સલ્ફેટ $+$ પોટેશિયમ ક્લોરાઇડ
નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો :
$(i)$ હાઇડ્રોજન $+$ ક્લોરિન $\to $ હાઇડ્રોજન ક્લોરાઇડ
$(ii)$ બેરિયમ ક્લોરાઇડ $+$ ઍલ્યુમિનિયમ સલ્ફેટ $\to $ બેરિયમ સલ્ફેટ $+$ ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ
$(iii)$ સોડિયમ $+$ પાણી $\to $ સોડિયમ હાઇડ્રૉક્સાઇડ $+$ હાઇડ્રોજન