$Fe _{2} O _{3}+2 Al \rightarrow Al _{2} O _{3}+2 Fe$
ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે ?
સંયોગીકરણ પ્રક્રિયા
વિસ્થાપન પ્રક્રિયા
વિઘટન પ્રક્રિયા
દ્વિવિસ્થાપન પ્રક્રિયા
''ખોરાપણું'' ને એક ઉદાહરણ સહિત સમજાવો.
જ્યારે કૉપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલી ડુબાડવામાં આવે ત્યારે કૉપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે ?
એક ચળકતા કથ્થાઈ રંગના તત્ત્વ $'X'$ ને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે, તત્ત્વ $'X'$ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો.
નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો :
$(i)$ હાઇડ્રોજન $+$ ક્લોરિન $\to $ હાઇડ્રોજન ક્લોરાઇડ
$(ii)$ બેરિયમ ક્લોરાઇડ $+$ ઍલ્યુમિનિયમ સલ્ફેટ $\to $ બેરિયમ સલ્ફેટ $+$ ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ
$(iii)$ સોડિયમ $+$ પાણી $\to $ સોડિયમ હાઇડ્રૉક્સાઇડ $+$ હાઇડ્રોજન
ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાઓ એટલે શું ? ઉદાહરણો આપો.