$1.5\  mm$ પિચ ધરાવતા સ્ક્રૂગેજની શૂન્ય ત્રુટિ શૂન્ય છે. તેની મુખ્ય સ્કેલમાં $MSD = 1\ mm$ અને વર્તુળાકાર સ્કેલમાં સમાન $100$ કાંપા છે. જ્યારે ગોળાનો વ્યાસ આ સાધન વડે માપવમાં આવે ત્યારે મુખ્ય રેખીય સ્કેલનો $2\ mm$ નો કાંપો દેખાય છે પરંતુ $3\ mm$ નો કાંપો દેખાતો નથી. વર્તુળાકાર સ્કેલનો $76$ મો કાંપો મુખ્ય સકે સાથે બંધ બેસે છે તો ગોળાનો વ્યાસ .......... $mm$ હશે. 

  • A
    $2.64$
  • B
    $3.14$
  • C
    $1.14$
  • D
    $2.76$

Similar Questions

વર્નિયર કેલિપર્સમાં મુખ્ય માપક્રમનો એક વિભાગ $a\;cm$ છે અને વર્નિયર માપક્રમના $n$ વિભાગ મુખ્ય માપક્રમના $( n -1)$ વિભાગો સાથે સંપાત થાય છે. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશક્તિ $mm$ માં કેટલી હશે?

  • [JEE MAIN 2021]

એક પ્રિઝમનો પ્રિઝમ કોણ માપવા વપરાતા એક સ્પેક્ટ્રોમીટર નીચે પ્રમાણેનાં અવલોકનો દર્શાવે છે:

મુખ્ય માપનું અવલોકન : $58.5$ ડિગ્રી

વર્નિયર માપનું અવલોકન : $9$ મો કાપો મુખ્ય માપનાં એક કાપાનું મૂલ્ય $0.5$ ડિગ્રી છે. વર્નિયર માપ પરનાં કુલ $30$ કાપા છે જે મુખ્ય માપનાં $29$ કાપા બરાબર થાય છે. તેમ આપેલું છે. ઉપરોક્ત માહિતી પરથી પ્રિઝમનો પ્રિઝમ કોણ (ડિગ્રીમાં) કેટલો થાય?

  • [AIEEE 2012]

$1 \mathrm{~mm}$ પેચવાળા સ્ક્રૂગેજના વર્તુળાકાર સ્કેલમાં $100$ વિભાગો (કાપા) છે. તેના બે છેડા વચ્ચે રાશિના માપન કર્યા સિવાય વર્તુળાકાર સ્કેલનો શૂન્ય સંદર્ભ રેખાથી $5$ કાપા નીચે રહે છે. ત્યારબાદ આ સ્ક્રૂ ગેનથી તારનો વ્યાસ માપવામાં આવે છે. આ વખતે $4$ રેખીય સ્કેલના વિભાગો સ્પષ્ટ દેખાય છે.જ્યારે વર્તુળાકાર સ્કેલનો $60$ મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તો તારનો વ્યાસ. . . . . .છે.

  • [JEE MAIN 2024]

સ્ક્રૂગેજ માટે પીચ $1\, mm$ અને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર $100$ કાપા છે. જ્યારે સ્ક્રૂગેજના જડબા વચ્ચે કશું જ ના મૂકવામાં આવે ત્યારે વર્તુળાકાર સ્કેલનો શૂન્યનો કાપો સંદર્ભ રેખાથી $8$ કાપા નીચે રહે છે. જ્યારે તારને ગેજના જડબાની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે એક રેખીય કાપો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જ્યારે વર્તુળાકાર સ્કેલ પરનો $72$ મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારની ત્રિજ્યા ......... $mm$ છે.

  • [JEE MAIN 2021]

એક સ્ક્રુગેજમાં, વર્તુળાકાર સ્કેલ પર $100$ કાપાઓ છે અને વર્તુળાકાર સ્કેલના એક પૂર્ણ પરિભ્રમણ માટે મુખ્ય સ્કેલ $0.5\,mm$ અંતર કાપે છે. વર્તુળાકાર સ્કેલ પરનો શૂન્યનો કાપો જયારે બંને જડબાને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે, સંદર્ભ રેખાથી $6$ કાપાની નીચે રહે છે. જયારે તારને જડબાની વચ્ચે રાખવામાં આવે છે ત્યારે $4$ રેખીય કાપાઓ સ્પષ્ટતાથી જોઈ શકાય છે જયારે વર્તુળાકાર સ્કેલ પરનો $46$ મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારનો વ્યાસ $..........\times 10^{-2}\,mm$ થશે.

  • [JEE MAIN 2023]