આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $m$ દ્રવ્યમાનનો એક બિંદુવત કણ નિયમિત ખરબચડી સપાટી પર માર્ગ $PQR$ પર ગતિ કરે છે.કણ અને ખરબચડી સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu $ છે.સ્થિર સ્થિતિમાંથી કણને બિંદુ $P$ પરથી મુકત કરવામાં આવે છે અને તે બિંદુ $R$ પર સ્થિર થાય છે.પથ $PQ$ અને $QR$ પર કણની ઊર્જામાં થતો વ્યય સમાન છે.તથા જયારે કણ $PQ $ થી $QR$ દિશા બદલે છે,ત્યારે કોઇ ઊર્જા વ્યય થતો નથી.તો ઘર્ષણાંક $\mu $ અને અંતર $x$ $(=QR)$ ની કિંમતો લગભગ ક્રમશ: છે.

37-780

  • [JEE MAIN 2016]
  • A

    $0.29 $ અને $3.5 $ $m$

  • B

    $0.29$  અને $ 6.5 $ $m$

  • C

    $0.2 $ અને $6.5$ $ m$

  • D

    $0.2$ અને $3.5$ $m$

Similar Questions

${m}$ દળના પદાર્થને $h$ ઊંચાઈ પરથી મુક્ત કરતાં તે જમીન પર $0.8 \sqrt{{gh}}$ ના વેગ વેગથી પહોચે છે. હવાના ઘર્ષણના કારણે થતું કાર્ય $.....\,{mgh}$ હશે. 

  • [JEE MAIN 2021]

$0.2$ ઘર્ષણાંક ધરાવતી સમક્ષિતિજ સપાટી પર $5 kg $ નો પદાર્થ પડેલો છે. તેને $25 N $ ના સમક્ષિતિજ બળ વડે $10 m$ ખેંચવામાં આવે છે. પદાર્થેં મેળવેલી ગતિઊર્જા .....$J$ છે. ($g = 10 ms^{-2} $ લો.)

નીચે બે કથનો આપેલા છે.

કથન $I$ : સમાન ગતિ ઊર્જા વડે ગતિ કરતા ટ્રક અને કારને સમાન પ્રતિબળ ઉત્પન્ન કરતી બ્રેક લગાડીને ઉભા રાખવામાં આવે છે. બંને સમાન અંતર બાદ સ્થિર થશે.

કથન $II$: પૂર્વ દિશામાં ગતિ કરતી કાર વળીને ઉત્તર તરફ ગતિ કરે છે, તેની ઝડપ બદલાયા સિવાયની રહે છે. કારનો પ્રવેગ શૂન્ય છે.

ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2023]

એક પ્રક્ષિપ્ત પદાર્થની તેની મહત્તમ ઉંચાઈએ સ્થિતિ - ઊર્જા તેની શરૂઆતની ગતિઊર્જાની $3/4 $ ગણી થાય છે, તો પદાર્થનો પ્રક્ષિપ્તકોણ ...... $^o$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $200\,g$ દળ ધરાવતી બુલેટ (ગોળી)ને $90\,J$ જેટલી પ્રારંભિક ગતિઉર્જા સાથે એક લાંબા સ્નાનાગારમાં ફાયર(છોડવામાં) આવે છે. જો તેની ગતિઉર્જા $1\,s$ માં ધટીને $40\,J$ થાય, તો બુલેટ સંપૂર્ણ રીતે વિરામ સ્થિતમાં આવે તે માટે ગોળી એ સ્નાનાગારમાં કાપવું પડતું લધુત્તમ અંતર $.......\,m$ હશે.

  • [JEE MAIN 2022]