ભૌતિક રાશિ $x = \frac{{{a^2}{b^3}}}{{c\sqrt d }}$ માં $a,b,c$ અને $d$ માં પ્રતિશત ત્રુટિ $2\%,1\%,3\%$ અને $4\%$ હોય,તો ભૌતિક રાશિ $x$ માં પ્રતિશત ત્રુટિ ......... $\%$ થાય.
$ \pm 11\%$
$ \pm 13\%$
$ \pm 12\%$
$ \pm 14\%$
ગોળાની ત્રિજ્યા $(7.50 \pm 0.85) \,cm $ માપવામાં આવે છે. ધારો કે તેના કદમાં પ્રતિશત ત્રુટિ $x$ છે. $x$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું ($\%$ માં) હશે?
રિંગના દળ, ત્રિજ્યા અને કોણીય વેગના માપનમાં મહત્તમ પ્રતિશત ક્ષતિ અનુક્રમે $2\%, 1\% $ અને $1\% $ છે તો તેની ચાકગતિઉર્જાની $\left(K=\frac{1}{2} I \omega^{2}\right)$ મહત્તમ પ્રતિશત ક્ષતિ ........ $\%$ હશે.
$R_{1}=100 \pm 3$ $ohm$ અને $R_{2}=200 \pm 4$ $ohm$ અવરોધ ધરાવતા બે અવરોધોને $(a)$ શ્રેણીમાં $(b)$ સમાંતરે જોડેલ છે. $(a)$ શ્રેણી-જોડાણનો તથા $(b)$ સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. $(a)$ માટે સંબંધ $R=R_{1}+R_{2}$ તથા $(b)$ માટે
$\frac{1}{R^{\prime}}=\frac{1}{R_{1}}+\frac{1}{R_{2}}$ અને $\frac{\Delta R^{\prime}}{R^{\prime 2}}=\frac{\Delta R_{1}}{R_{1}^{2}}+\frac{\Delta R_{2}}{R_{2}^{2}}$ નો ઉપયોગ કરો.
$100$ અવલોકનોના સમાંતર મધ્યની અવ્યવસ્થિત ત્રુટિ (random error) $x$ હોય તો $400$ અવલોકનોના સમાંતર મધ્યની અવ્યવસ્થિત ત્રુટિ (random error) કેટલી થાય?
સાદા લોલકથી ગુરુત્વાકર્ષી પ્રવેગ $(g)$ માપવાના એક પ્રયોગમાં $1$ સેકન્ડ વિભેદન (રીઝોલ્યુશન) ધરાવતી ધડીયાળ વડે $100$ દોલનોનાં મપાયેલા સમયથી મળતો આવર્તકાળ $0.5$ સેકન્ડ છે. જો $1\,mm$ ચોક્કસાઈથી મપાયેલ લંબાઈ $10\,cm$ છે. $g$ ના માપનમાં મળતી ચોકકસાઈ $x \%$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?