$2 \,kg$ દળ ધરાવતો એક કણ એ સીધી રેખામાં $v=a \sqrt{x}$ વેગ સાથે ગતિ કરે છે જ્યાં $a$ એક અચળાંક છે. કણ ના $x=0$ થી $x=4 \,m$ જેટલાં સ્થાનાંતર દરમિયાન ચોખ્ખા (પરિણામી) બળ વડે થયેલ કાર્ય છે...
$a^2$
$2 a^2$
$4 a^2$
$\sqrt{2} a^2$
એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થિતિ (સ્થાન) પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ $1.\;5 m$ હોય, તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે ? અહીં આપેલ છે કે તે તેની પ્રારંભિક ઊર્જાની $5\%$ ઊર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે.
એક $m $ દળની અને $2l$ લંબાઈને સમાન સ્થિતિ સ્થાપક સાંકળને અવગણ્ય વ્યાસ ધરાવતી એક લીસી સમક્ષિતિજ પીન પર સમતુલનમાં રહે તે રીતે લટકાવેલ છે. જ્યારે સાંકળ પિનને છોડે ત્યારે સાંકળની ઝડપ કેટલી હશે?
સ્થિતિઊર્જા $V(x)$ વિરદ્ધ $x$ નો આલેખ નીચે દર્શાવ્યો છે. $E_0$ ઊર્જા ધરાવતો એક કણ ગતિ કરે છે તો એક પૂર્ણ ચક $AFA$ માટે વેગ અને ગતિ ઊર્જા વિરુદ્ધના આલેખો દોરો.
લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલાં તોપ ગોળો $m_1$ અને $m_2$ ના બે ભાગોમાં વિસ્ફોટ પામે છે. જો વિસ્ફોટ પછી તરત જ $m_1$ દળ $u$ ઝડપથી ગતિ કરે તો વિસ્ફોટ દરમિયાન આંતરિક બળો વડે થયેલ કાર્ય કેટલું છે
કોની હાજરીમાં કાર્ય-ઊર્જા પ્રમેય પ્રમાણભૂત (માન્ય) છે?