એક કણને સમક્ષિતિજ સાથે અમુક કોણે પ્રક્ષિપ્ત કરતાં તે આકૃતિમાં દર્શાવ્યા મુજબનાં પરવલયાકાર માર્ગે ગતિ કરે છે. જ્યાં $X$ અને $Y$ એ અનુક્રમે સમક્ષિતિજ અને શિરોલંબ દિશાઓ દર્શાવે છે. તો આકૃતિમાં દર્શાવેલા બિંદુઓ $A,\, B$ અને $C$ પાસે તેનો વેગ અને પ્રવેગની દિશા જણાવો.
સમક્ષિતિજ સાથે $\theta$ કોણે પ્રક્ષિપ્ત કરેલા પદર્થનો ગતિમાર્ગ આકૃતિમાં દર્શાવ્યો છે.
જે પ્રારંભિક વેગ $v_{0}$ હોય તો તેનો સમક્ષિતિજ ધટક, $v_{x}=v_{0} \cos \theta$ જે દરેક બિંદ્દુએ અચળ હોય છે.
અને દરેક બિંદુએ ગતિપથના સ્પર્શકરૂપે વેગ હોય છે. તેથી આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $A, B$ અને $C$ બિંદુ આગળ ગતિપથના સ્પર્શકરૂપેે વેગ અને દરેક બિંદ્દુએ ગુરુત્વપ્રવેગ $g$ ની દિશામાં પ્રવેગ અધોદિશામાં સમાન હોય છે.
પ્રક્ષિપ્ત કોણ $(45^o +\theta )$ અને $(45^o -\theta)$ કોણે પ્રક્ષિપ્ત કરેલ પદાર્થની સમક્ષિતિજ અવધિનો ગુણોત્તર કેટલો થાય?
દડાને મહત્તમ $100\,m$ દૂર સુધી ફેંકી શકાય છે.તો મહત્તમ ........ $m$ ઊંચાઇ સુધી ફેકી શકાય.
$1\, kg $ દળના એક દડાને ઉર્ધ્વ દિશામાં ઉપર ફેંકવામાં આવે છે. જે $3 \,seconds$ બાદ જમીન પર પરત ફરે છે. બીજા દડાને ઉર્ધ્વ સાથે $60^o$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તે પણ જમીન પર પરત ફરતા પહેલા તેટલો જ સમય હવામાં રહે છે. આ બંને ઊંચાઈઓનો ગુણોત્તર કેટલો થાય?
એક છોકરો એક દડાને સમક્ષિતિજ સાથે $60^o$ ના ખૂણે $10\,ms^{-1}$ ની પ્રારંભિક ઝડપથી પ્રક્ષિપ્ત કરે છે. બીજો છોકરો બાજુમાંથી પસાર થતી કારમાં બેઠો છે, તે અવલોકન કરે છે. કારમાં રહેલા છોકરા વડે દડાની ગતિની રેખાકૃતિ બનાવે છે. જો કારની ગતિ $18\, km/h$ હોય તો તમારા જવાબના સમર્થન માટે યોગ્ય સમજૂતી આપો. નીચે મુજબ આકૃતિ વિચારો.
બે પ્રક્ષિત પદાર્થોને સમાન પ્રારંભિક વેગ અને સમક્ષિતિજ સાથે અનુક્રમે $45^{\circ}$ અને $30^{\circ}$ કોણે ફેંકવામાં આવે છે. તેઓની અવધિઓનો ગુણોત્તર $.........$ છે.