$0.75$ $\mathrm{g}$ વજન ધરાવતો અને $\mathrm{AI - Mg}$ ના મિશ્રણ ધાતુનો એક પૈસાનો સિક્કો છે તે વિધુતની દૃષ્ટિએ તટસ્થ છે અને $34.8$ $\mathrm{kC}$ ના મૂલ્યના સમાન સંખ્યાના ધન અને ઋણ વિધુતભારો તેમાં સમાયેલાં છે. ધારોકે, બે બિંદુઓ પાસે સજાતીય વિધુતભારો ભેગા થયેલાં છે. જો તેમના વચ્ચેનું અંતર,

$(i)$ $1$ $\mathrm{cm}$ ( $ - \frac{1}{2} \times $ એક સિક્કાનો વિકણ )

$(ii)$ $100$ $\mathrm{m}$ ( $-$ લાંબા મકાનની લંબાઈ )

$(iii)$ $10$ $\mathrm{m}$ ( પૃથ્વીની ત્રિજ્યા )

તો આ ત્રણે કિસ્સામાં દરેક બિંદુવતું વિધુતભાર વચ્ચે લાગતું બળ શોધો. આના પરિણામ પરથી તમે શું નિર્ણય કરશો ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અહી $r_{1} =1 cm =10^{-2} m$

$r_{2} =100\,m$

$r_{3} =10^{6}\,m$

$\frac{1}{4 \pi \epsilon_{0}}=k=9 \times 10^{9}$

$(i)$ $F _{1} =\frac{k|q|^{2}}{r_{1}^{2}}=\frac{9 \times 10^{9} \times\left(3.48 \times 10^{4}\right)^{2}}{\left(10^{-2}\right)^{2}}$

$=1.0899 \times 10^{23}\,N$

$=1.09 \times 10^{23}\,N$

$(ii)$ $F _{2} =\frac{k|q|^{2}}{r_{2}^{2}}=\frac{9 \times 10^{9} \times\left(3.48 \times 10^{4}\right)^{2}}{(100)^{2}}$

$=1.09 \times 10^{15}\,N$

$(iii)$ $F _{3} =\frac{k|q|^{2}}{r_{3}^{2}}=\frac{9 \times 10^{9} \times\left(3.48 \times 10^{4}\right)^{2}}{\left(10^{6}\right)^{2}}$

$=1.09 \times 10^{7}\,N$

અલગ રહેલાં $\pm$ વિદ્યુતભારો વચ્ચે ઘણું જ વધારે વિદ્યુત બળ લાગે છે તેથી દ્રવ્યની તટસ્થતામાં ભંગ કરવો ઘણો મુશ્કેલ છે.

Similar Questions

કુલંબના નિયમના સદિશ સ્વરૂપની કેટલીક નોંધપાત્ર બાબતો લખો.

કુલંબના નિયમની મર્યાદાઓ સમજાવો.

ધાતુના બે સમાન ગોળાઓ $B$ અને $C$ પર સમાન વિદ્યુતભાર છે.જયારે આ બે ગોળાઓને એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવે છે,ત્યારે તેમની વચ્ચે અપાકર્ષી બળ $F$ લાગે છે.હવે,આ ગોળાઓ જેવા જ એક ત્રીજા વિદ્યુતભાર રહિત ગોળાનો $B$ સાથે સ્પર્શ કરાવી છૂટો પાડવામાં આવે છે.ત્યારબાદ તેનો $C$ સાથે સ્પર્શ કરાવી છૂટો પાડવામાં આવે છે.ગોળા $B$ અને $C$ વચ્ચે લાગતું નવું અપાકર્ષણ બળ કેટલું હશે? (બંને ગોળા વચ્ચેનું અંતર બદલાતું નથી.)

  • [AIEEE 2004]

$+q$ અને $-q$ વિદ્યુતભાર ધરાવતા બે કણને અમુક અંતરે મૂકતાં તેમની વચ્ચે લાગતું બળ $F$ છે.બંને કણની વચ્ચે $+q$ વિદ્યુતભાર ધરાવતા કણ મૂકવાથી તેના પર કેટલું બળ લાગે?

એક વિદ્યુતભાર $Q$ બે ભાગ $Q_1$ અને $Q_2$ માં વહેચાય છે. આ વિદ્યુતભારો $R$ અંતરે મૂકેલા છે. તેઓ વચ્ચેનું મહત્તમ અપાકર્ષી બળ માટે $Q_1$ અને $Q_2$ શું હશે ?