$50\ kg $ નો માણસ ગુરુત્વમુકત અવકાશમાં જમીનથી $10\ m$ ઊંચાઇ પર છે. તે $0.5\  kg$ ના પથ્થરને $2\ m/s$ ની ઝડપથી નીચે તરફ ફેંકે છે. જ્યારે પથ્થર જમીન પર આવે, ત્યારે માણસનું જમીનથી અંતર ($m$ માં) કેટલું હશે?

  • [AIPMT 2010]
  • A

    $9.9$

  • B

    $10.1$

  • C

    $10$

  • D

    $20$

Similar Questions

પૃથ્વીના વિષુવવૃત્ત અને ધ્રુવમાંથી કયા સ્થળે ગુરૂત્વપ્રવેગ $g$ નું મૂલ્ય વધારે હોય છે ? શા માટે ? 

$200 \,kg$ નો ઉપગ્રહ પૃથ્વીની ફરતે $1.5 \,R$ ની ત્રિજ્યાએ ભ્રમણ કરે છે $1 \,kg$ દળના પર ગુરુત્વાકર્ષણ $10 \,N$ હોય તો ઉપગ્રહ પર ........ $N$ ગુરુત્વાકર્ષણબળ લાગતું હશે ?

પૃથ્વીના કેન્દ્રથી અંતર $d$ સાથે ગુરુત્વપ્રવેગ $g$ માં થતા બદલાવને શ્રેષ્ઠ રીતે રજુ કરે છે. ($ R=$ પૃથ્વીની ત્રિજયા)

  • [NEET 2016]

પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય $9.8 \,m / s ^2$ છે. તો પૃથ્વીની સપાટી પરની કોઇ જગ્યાએથી $480 \,km$ ઉપર $g$ નું મૂલ્ય લગભગ ............ $m / s^2$ હશે ? (પૃથ્વીની ત્રિજ્યાં $6400 \,km$ )

નીચે બે વિધાનો આપેલા છે. 

વિધાન $-I:$ પૃથ્વીની સપાટી પર અલગ અલગ સ્થાને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અલગ અલગ હોય.

વિધાન $-II:$ પૃથ્વીની સપાટીની અંદર જતાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધે છે.

ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

  • [JEE MAIN 2023]