એક કાર સ્થિર સ્થિતિથી શરૂ કરી અક્ષને સમાંતર $ 8\,s $ સુધી $5\, ms^{-2}$ ના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. ત્યારબાદ કાર નિયમિત વેગથી ગતિ કરે છે, તો સ્થિર સ્થિતિથી શરૂ કરી ગતિની શરૂઆત બાદ $12\, s$ માં આ કાર કેટલું અંતર કાપશે ?
પહેલા $8\, s$ માં કાપેલું અંતર $8 \,s ,\,\, x_{1}=0+\frac{1}{2}(5)(8)^{2}=160\, m$
આ સ્થાન પર વેગ $v=u+a t=0+(5 \times 8)=40 \,m s^{-1}$
આમ, છેલ્લી $4\, s$ માં કાપેલું અંતર , $x _{2}=(40 \times 4)\, m =160\, m$
આમ, છેલ્લી $12\, s$ માં કાપેલું અંતર $x=x_{1}+x_{2}=(160+160) \,m =320\, m$
નિયમિત વેગ(અચળ વેગ)થી ગતિ કરતાં પદાર્થના કિસ્સામાં ગતિનાં સમીકરણો કેવી રીતે બદલાય છે ?
વેગ $(v) $ $\to $ સમય $(t)$ ના આલેખનો ઢાળ ............ આપે છે.
$5 \times 10^4\, ms^{-1}$ ના વેગથી ગતિમાન ઇલેક્ટ્રૉન, કોઈ સમાન વિધુતક્ષેત્રમાં પ્રવેશી, ગતિની દિશામાં $10^4\, ms^{-2}$ નો નિયમિત પ્રવેગ પ્રાપ્ત કરે છે, તો
$(i)$ પદાર્થ તેના પ્રારંભિક વેગથી બમણો વેગ મેળવે તે માટેના સમયગાળાની ગણતરી કરો.
$(ii) $ આ સમય દરમિયાન ઇલેક્ટ્રૉન કેટલું અંતર કાપશે ?
ધારો કે, એક બાળક $10 \,ms^{-1}$ જેટલી અચળ ઝડપે ફરતા ચકડોળ (મેરી-ગો-રાઉન્ડ)નો આનંદ માણી રહ્યો છે જે સૂચવે છે કે બાળક ......
એક કણ $r$ ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, તો આ કણ દ્વારા અડધા પરિક્રમણને અંતે થયેલું સ્થાનાંતર ....... હશે.