$x-y$ સમતલમાં ઉગમબિંદુમાંથી એેક કણ $\vec{v}=3 \hat{i}+6 x \hat{j}$ વેગ સાથે પ્રક્ષેપિત કરવામાં આવે છે. જ્યાં $\hat{i}$ અને $\hat{j}$ એકમ સદીશો છે જે $x$ અને $y$ અક્ષો ધરાવે છે. તો કણ દ્વારા અનુસરવામાં આવતા ગતિપથનું સમીકરણ શોધો.
એક બિંદુ પરના સ્થાન સદીશ $2 \hat{i}+4 \hat{j}$ થી બીજુ બિંદુ પરના સ્થાન સદીશ $5 \hat{i}+1 \hat{j}$ સુધીનું કણનું સ્થાનાંતર ............ એકમ હશે.
જમીનની સાપેક્ષે $A$ અને $B$ કણોના વેગ અનુક્રમે ${\overrightarrow v _A}$ અને ${\overrightarrow v _B}$ હોય તો
$(a)$ $B$ ની સાપેક્ષે $A$ ના વેગનું સૂત્ર લખો.
$(b)$ $A$ ની સાપેક્ષે $B$ ના વેગનું સૂત્ર લખો.
$(c)$ ${\overrightarrow v _{AB}}\, = \, - \,{\overrightarrow v _{BA}}$ સાચું છે ?