$2\,kg$ દળ ધરાવતા બ્લોકને $20\,N / m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે. બ્લોકને ધર્ષણ રહિત સપાટી પર મૂકવામાં આવે છે અને સ્પ્રિંગના છેડાને જડ આધાર સાથે લગાડવામાં આવે છે. (આકૃતિમાં જુઓ).જ્યારે દળને સંતુલન સ્થિતિમાંથી સ્થાનાંતરિત કરવામાં આવે ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. દોલનોનો આવર્ત કાળ $\frac{\pi}{\sqrt{x}}$ છે. તો $x$ નું મૂલ્ય $...........$ છે.
$5$
$4$
$3$
$2$
જ્યારે $m$ જેટલા દળને સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે. ત્યારે તે $4 \,s$ ના આવર્તકાળથી દોલન કરે છે. જ્યારે વધારાનું $2 \,kg$ દળ જોડવામાં આવે છે. તો તેનો આવર્તકાળ $1\, s$ જેટલો વધે છે. તો $m$ નું મુલ્ય ......... $kg$
આપેલ પરિપથ મુજબ, $k$ અને $2 k$ જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગોને દળ $m$ સાથે જોડવામાં આવેલ છે. જો આકૃતિ $(a)$ માં દોલનોનો આવર્તકાળ $3s$ હોય તો આકૃતિ $(b)$ માં દોલનોનો આવર્તકાળ $\sqrt{x} s$ છે. $x$ નું મૂલ્ય થશે.
$l$ લંબાઇ અને $k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગમાંથી $l /4$ લંબાઇની સ્પ્રિંગ કાપી લેતાં વધેલા ભાગનો બળ અચળાંક કેટલો થાય?
સાદા લોલક અને લોલકના લંબાઈની વ્યાખ્યા આપો.
સ્પ્રિંગના લીધે થતાં દોલનો સ.આ.દોલનો છે તેમ બતાવો અને આવર્તકાળનું સૂત્ર મેળવો.