$m$ દળનાં બ્લોકને કેન્દ્રથી $x$ અંતરે સમક્ષિતિજ રીતે વર્તુળાકાર ટેબલ પર મુકવામાં આવેલો છે. જો બ્લોક અને ફરતાં ટેબલની સપાટી વચ્ચેનું ઘર્ષણાંક $\mu$ છે, તો ટેબલની મહત્તમ કોણીય ઝડપ શોધો કે જેથી બ્લોક તેના પરથી લપસે નહિ.
$\sqrt{\frac{\mu g}{x^2}}$
$\sqrt{\frac{\mu g}{x}}$
$\sqrt{\frac{\mu g}{2 x}}$
$\sqrt{\frac{\mu x^2}{g}}$
સમતલ રસ્તા પર વળાંક લેતી કાર માટે કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે ?
$l $ લંબાઇની દોરીના એક છેડે $m$ દળના કણ અને બીજા છેડાને સમક્ષિતિજ સમતલ ટેબલ પર રહેલ નાની ખીલી સાથે બાંધેલ છે. જો કણ $v$ ઝડપથી વર્તુળમાં ગતિ કરે, તો તેના પર લાગતું કુલ બળ (કેન્દ્ર તરફ) કેટલું હશે? ($T$ દોરડા પરનું તણાવ છે)
$10 \,m/sec$ ની ઝડપથી જતી બાઇક $50\,m$ ત્રિજયામાં વળાંક લે છે,બાઇક સ્લીપ ન થાય તે માટે શિરોલંબ સાથે કેટલાના ખૂણે રાખવી જોઇએ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક રેસિંગ કાર ઢાળ વગરના રસ્તા પર $ABCDEPA$ માર્ગે મુસાફરી કરે છે. $ABC$ એ $2R$ ત્રિજ્યાના વર્તુળનો ચાપ છે. $CD$ અને $FA$ એ $R$ લંબાઈના સુરેખ પથ છે અને $DEE$ એ $R = 100 \,m$ ત્રિજ્યાના વર્તળની ચાપ છે. રસ્તા પરનો ઘર્ષણાંક $\mu = 0.1$ છે. કારની મહત્તમ ઝડપ $50\,ms^{-1}$ છે, તો એક આંટો પૂર્ણ કરવા લાગતો લઘુતમ સમય શોધો. ($g = 10 \,m s^{-2}$ લો.)
નિયમિત વર્તુળાકાર ગતિ કરતાં પદાર્થની ગતિની દિશા ઊલટાવવામાં આવે તો કેન્દ્રગામી બળની દિશા પર શું અસર થશે ?