એક કણ ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં છે. હવે તેના પર અચળ મુલ્ય અને દિશા ધરાવતુ એક બળ લગાડવામાં આવે છે. આકૃતિમાં કણ પર થતુ કાર્ય $(W) $ અને કણની ઝડપ $(v)$ સાથેનો આલેખ દર્શાવેલ છે. જો પદાર્થ પર બીજા કોઇ સમક્ષિતિજ બળો લાગતા ન હોય તો તેનો આલેખ કેવો દેખાય?
એક પરિમાણમાં ગતિ કરતાં પદાર્થ પર ચલબળ માટેનો કાર્યઊર્જા પ્રમેય લખો.
એક બાળક હીંચકા પર બેસીને હીંચકા ખાય છે. પૃથ્વીની સપાટીથી તેની ન્યુનતમ ઊંચાઇ અને મહત્તમ ઊંચાઇ અનુક્રમે $0.75\,m$ અને $2\,m$ છે. હીંચકાનો મહત્તમ વેગ ($m/s$ માં) કેટલો હશે?
એક કિલોગ્રામ પદાર્થને સમતુલ્ય ઊર્જા કેટલી ?
$2\,m$ ઊંચેથી કોઈ પદાર્થ મુક્તપતન પામીને જમીન પર આવે ત્યારે તેની ઝડપ શોધો. ($g = 10\, ms^{-2}$ લો.)
સ્થિતિઊર્જા $V(x)$ વિરદ્ધ $x$ નો આલેખ નીચે દર્શાવ્યો છે. $E_0$ ઊર્જા ધરાવતો એક કણ ગતિ કરે છે તો એક પૂર્ણ ચક $AFA$ માટે વેગ અને ગતિ ઊર્જા વિરુદ્ધના આલેખો દોરો.