જીવના એકમો જેને સ્પોર્સ કહે છે જે પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયા. આ વાદનું નામ શું છે ?
સ્વયંસ્ફુરિત જનનવાદ
પેનસ્પર્મિયા
વિકૃતિવાદ
ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્વાંત
જો તમને યાદ હોય તો લુઇસ પાશ્ચરના પ્રયોગો દ્વારા સાબિત થયું હતું કે જીવન ફકત પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવનમાંથી ઉત્પન્ન થઈ શકે છે. શું આપણે તેને આ રીતે સુધારી શકીએ કે જીવન, પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવનમાંથી ઉદવિકાસ પામે છે અથવા આપણે કેવી રીતે પ્રથમ જીવન ઉત્પન્ન થયું તેનો જવાબ ક્યારેય નહીં આપી શકીએ ? ટિપ્પણી કરો.
ઓપેરિન - હાલ્ડેનના જીવની ઉત્પત્તિ વિશેના મંતવ્ય સમજાવો.
પૃથ્વીની ઉત્પત્તિના સંદર્ભમાં બીગબેંગવાદની માહિતી આપો.
મિલરે તેના પ્રયોગમાં બંધ ફલાસ્કમાં કયા વાયુઓ મિશ્ર કર્યા હતા?
બ્રહ્માંડ લગભગ ........... વર્ષ જૂનું છે.