ઘર્ષણાક $\mu$ અને ઘર્ષણનો ખૂણો $\lambda$ વચ્ચેનો સંબંધ
આકૃતિ જુઓ. $4\; kg$ દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશ: ઢળતું કરતાં $\theta= 15^o$ એ તે દળ ખસવાની શરૂઆત કરે છે. બ્લૉક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે ?
ઘર્ષણાંકનો એકમ જણાવો.
એક લાંબી ટ્રોલી પર $15 \;kg$ દળનો બ્લૉક મૂકેલ છે. બ્લૉક અને ટ્રોલી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.18$ છે. ટ્રૉલી સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી $20 \;s$ માટે $0.5 \;m s ^{-2}$ થી પ્રવેગિત થઈને ત્યાર બાદ નિયમિત વેગથી ગતિ કરે છે. $(a)$ જમીન પરના સ્થિર નિરીક્ષક $(b)$ ટ્રોલી સાથે ગતિમાન નિરીક્ષકને દેખાતી બ્લૉકની ગતિની ચર્ચા કરો.
ખરબચડી ઢળતી સપાટી પર એક લંબચોરસ બોક્સ પડેલું છે. બોક્સ અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu $ છે. બોક્સનું દળ $m$ લો, તો
$(a)$ સમક્ષિતિજ સાથેના ઢાળના ક્યા ખૂણે $(\theta )$ બોક્સ સપાટી પર નીચે તરફ સરકવાનું શરૂ કરશે.
$(b)$ જો ઢાળની સપાટીનો કોણ વધારીને $\alpha > \theta $ કરીએ તો બોક્સ પર નીચે તરફ લાગતું બળ કેટલું ?
$(c)$ બોક્સ સ્થિર રહે અથવા ઉપર તરફ નિયમિત ઝડપથી ગતિ શરૂ કરે તે માટે ઢાળની સપાટી ને સમાંતર ઉપર તરફ લગાડવું પડતું જરૂરી બળ કેટલું હશે ?
$(d)$ બોક્સને $a$ જેટલા પ્રવેગથી ઢાળ પર ઉપર તરફ ગતિ કરાવવા કેટલું બળ જરૂરી હશે ?