ખરબચડી ઢળતી સપાટી પર એક લંબચોરસ બોક્સ પડેલું છે. બોક્સ અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu $ છે. બોક્સનું દળ $m$ લો, તો

$(a)$ સમક્ષિતિજ સાથેના ઢાળના ક્યા ખૂણે $(\theta )$ બોક્સ સપાટી પર નીચે તરફ સરકવાનું શરૂ કરશે.

$(b)$ જો ઢાળની સપાટીનો કોણ વધારીને $\alpha > \theta $ કરીએ તો બોક્સ પર નીચે તરફ લાગતું બળ કેટલું ?

$(c)$ બોક્સ સ્થિર રહે અથવા ઉપર તરફ નિયમિત ઝડપથી ગતિ શરૂ કરે તે માટે ઢાળની સપાટી ને સમાંતર ઉપર તરફ લગાડવું પડતું જરૂરી બળ કેટલું હશે ?

$(d)$ બોક્સને $a$ જેટલા પ્રવેગથી ઢાળ પર ઉપર તરફ ગતિ કરાવવા કેટલું બળ જરૂરી હશે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a)$ નીચે મુજબની આકૃતિ વિચારો જેમાં બોક્સ અને સપાટી વચ્ચે ઉપર તરફ ધર્ષણ બળ લાગે છે.

બોક્સ નીયે તરફ સરકવાની શરૂઆત કરે ત્યારે

$m g \sin \theta=f=\mu N$

$m g \sin \theta=\mu m g \cos \theta$

$\therefore \quad \mu=\tan \theta$ અથવા $\theta=\tan ^{-1}(\mu)$

$(b)$ જયારે ઢાળનો ખૂણો વધારીને $\alpha>\theta$ કરીએે તો બોક્સ પર પરિણામી બળ, સમતલને સમાંતર નીચે તરફ મળે.

$\therefore F_1$$=m g \sin \alpha-f$

$=m g \sin \alpha-\mu N$

$=m g \sin \alpha-\mu m g \cos \alpha$

$\therefore F_1 =m g(\sin \alpha-\mu \cos \alpha)$

(c) બોક્સને સ્થિર રાખવા કે અયળ ઝડપથી ઉપર તરફ ગતિ કરાવવા જરૂરી બળ $F _{2}$ હોય તો ધર્ષણબળ નીયે તરફ ઢાળની સપાટ્ટીને સમાંતરે લાગે.

$\therefore F_2$$=m g \sin \alpha+f$

$=m g \sin \alpha+\mu N$

$\therefore F_2$$=m g(\sin \alpha+\mu \cos \alpha)$

$(d)$ બોક્સને ઢાળ પર ઉપર તરફ $a$ પ્રવેગથી ગતિ કરાવવા જરૂી બળ $F _{3}$ હોય તો,

$\therefore F_3$$=m g \sin \alpha+f+m a$

$=m g \sin \alpha+\mu m g \cos \alpha+m a[\because f=\mu N =\mu m g \cos \alpha]$

$=m g(\sin \alpha+\mu \cos \alpha)+m a$

$\therefore F_3=$$m[g(\sin \alpha+\mu \cos \alpha)+a]$

886-s196

Similar Questions

વિધાન: વિરામકોણ (Angle of repose) એ મર્યાદિત ઘર્ષણકોણ (limiting friction) ને બરાબર થાય.

કારણ: જ્યારે કોઈ પદાર્થ ગતિ કરવાની શરૂઆતની સ્થિતિ માં હોય ત્યારે ઘર્ષણ બળ એ મર્યાદિત ઘર્ષણ ની સ્થિતિમાં હોય.

  • [AIIMS 2008]

બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય તો બ્લોક અને સપાટી વચ્ચે કેટલું ઘર્ષણ બળ લાગતું હશે?

$5\, kg$ દળ ધરાવતા પદાર્થ સ્થિર સ્થિતિમાં  છે જો તેના પર $24\, N$ બળ લાગવામાં આવે તો પદાર્થ  ........ $m/s^2$ પ્રવેગ પ્રાપ્ત કરશે. ($\mu_k  =0.4$)

$L$ લંબાઇની ચેઇનને ટેબલ પર મૂકેલ છે.તેમાંથી લટકાવી શકાતી મહત્તમ લંબાઇ $l$ હોય,તો ચેઇન અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો થાય?

નીચેના પૈકી શું ઘર્ષણ ઘટાડવા ઉપયોગી નથી?