(N/A) એરોફોઈલ એ વિશિષ્ટ આકારનો એક ઘન પદાર્થ છે. હવામાં તેની સમક્ષિતિજ ગતિને કારણે તેના પર ઊર્ધ્વદિશામાં બળ લાગે છે.
વિમાનની પાંખનો આડછેદ એરોફોઈલ જેવો હોય છે. તેની આસપાસની ધારારેખાઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ હોય છે.
જ્યારે એરોફોઈલ પવનની સામે ગતિ કરે છે,ત્યારે પાંખના નમન (Orientation) ને કારણે પાંખની ઉપરના ભાગની ધારારેખાઓ નીચેના ભાગની ધારારેખાઓ કરતા વધુ ગીચ બને છે. તેથી,પાંખની ઉપરના ભાગમાં હવાની ઝડપ નીચેના ભાગની ઝડપ કરતા વધારે હોય છે.
બર્નુલીના સિદ્ધાંત મુજબ,હવાની ઝડપ વધતા દબાણ ઘટે છે. પરિણામે,એરોફોઈલની નીચેના ભાગનું હવાનું દબાણ ઉપરના ભાગના દબાણ કરતા વધી જાય છે.
આ દબાણના તફાવતને કારણે પાંખ પર ઊર્ધ્વદિશામાં બળ લાગે છે,જેને ડાયનેમિક લિફ્ટ કહે છે,જે વિમાનના વજનને સંતુલિત કરે છે.