પૃથ્વીનું દળ બદલાયા સિવાય, પૃથ્વીની ત્રિજ્યા બમણી થાય છે તો પૃથ્વીની સપાટી પર રહેલા $m$ દળના પદાર્થના વજનમાં શું ફેરફાર થાય ?
વજન $W =m g=\frac{ GM _{e} m}{ R _{e}^{2}}$
પૃથ્વીની ત્રિજ્યા બમણી થતાં,
વજન $W ^{\prime}=m g^{\prime}=\frac{ GM _{e} m}{4 R _{e}^{2}}=\frac{ W }{4}$
$\therefore$ વજન ચોથા ભાગનું થાય.
માણસની પૃથ્વીની વિષુવવૃત્ત થી ધ્રુવ તરફની ગતિ દરમિયાન તેનું વજન એ ..... ( પૃથ્વીની ત્રિજ્યામાં થતો ફેરફાર અવગણો )
જો પૃથ્વીનું દળ અચળ રહે તે રીતે, સંકોચન થવાથી પૃથ્વીની ત્રિજ્યા હાલની ત્રિજ્યાના $n$ મા ભાગની થઈ જાય તો તેની સપાટી પર $g'_e$ મૂલ્ય કેટલું થાય ?
પૃથ્વીનું દળ બદલાયા સિવાય, પૃથ્વીની ત્રિજ્યા અડધી થાય તો પદાર્થનું વજન શોધો.
પૃથ્વીના ભ્રમણને લીધે અક્ષાંશ સાથે અસરકારક ગુરુત્વપવેગ $g'$ માં થતાં ફેરફાર (Variation in Effective Gravitational Acceleration $g'$ with Latitude Due to Earth's Rotation) નું સૂત્ર મેળવો.
કેટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય પૃથ્વીની સપાટી પરના મૂલ્ય ના $1\%$ જેટલું થાય. (પૃથ્વીની ત્રિજ્યા $R$ છે)