સદિશ $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે જેથી $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
ત્રણ છોકરીઓ $200\, m$ ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે તે સપાટીની કિનારી પર બિંદુ $P$ થી સ્કેટિંગ શરૂ કરે છે તથા $P$ ના વ્યાસાંત બિંદુ $Q$ પર જુદા જુદા પથો પર થઈનેઆકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું છે ? કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથલંબાઈ જેટલું થશે?
એક ખુલ્લા મેદાનમાં એક કારચાલક એવો રસ્તો પકડે છે કે જે દરેક $500$ મીટર અંતર બાદ તેની ડાબી બાજુ $60^{°}$ ના ખૂણે વળાંક લે છે. એક વળાંકથી શરૂ કરી, કારચાલકના ત્રીજા, છઠ્ઠા તથા આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધો. આ દરેક સ્થિતિમાં કારચાલકની કુલ પથ લંબાઈની તેના સ્થાનાંતરના માન સાથે તુલના કરો.
સમાન મૂલ્યો ધરાવતાં ત્રણ સદિશો સમતોલનમાં હોય,તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો હશે?
સમાન મૂલ્ય $F$ ધરાવતા બે બળોનું પરિણામી બળ $F/3$ હોય,તો બે બળો વચ્ચેનો ખૂણો કેટલો હશે?