'' માપનની ચોકસાઈ, નિરપેક્ષ ત્રુટિ વડે નહિ પરંતુ પ્રતિશત ત્રુટિ વડે જ નક્કી કરી શકાય છે.” આ વિધાન સમજાવો.
ધારો કે એક જ વર્નિયર કેલિપર્સથી બે ભિન્ન પદાર્થની લંબાઈ માપતાં તે $2.20 \pm 0.01$ સેમી અને $8.05 \pm 0.01$ સેમી મળે છે.
અહી દરેક માપમાં નિરપેક્ષ ત્રુટી $(0.01$ સેમી) સમાન છે.
પ્રથમ માપમાં પ્રતિશત ત્રુટિ $=\frac{0.01}{2.20} \times 100 \%=0.45 \%$
બીજા માપમાં પ્રતિશત ત્રુટિ $=\frac{0.01}{8.05} \times 100 \%=0.12 \%$
આમ, નિરપેક્ષા ત્રુટિઓ સમાન હોવા છતાં મોટા માપમાં પ્રતિશત ત્રુટિ ઓછી અને નાના માપમાં પ્રતિશત ત્રુટિ મોટી મળે છે. આથી કહી શકાય કે જેમ પ્રતિશત ત્રુટિ ઓછી હોય તેમ માપ વધુ યોક્સાઈભમર્યું કહેવાય.
પદાર્થની અવરોધકતામાં સાપેક્ષ ત્રુટિ કેટલી થાય?
અવરોધ $= 1.05 \pm 0.01\, \Omega$
વ્યાસ $= 0.60 \pm 0.01\, mm$
લંબાઈ $= 75.3 \pm 0.1 \,cm$
ગોળાની ત્રિજયા $(5.3 \pm 0.1)\;cm$ હોય, તો કદના માપનમા ત્રુટિ........ $\%$ હશે.
સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ $T =2 \pi \sqrt{\frac{ L }{ g }}$ છે. $1\,mm$ જેટલા લઘુત્તમ કાપા ધરાવતી મીટર પટ્ટી વડે મપાયેલ $L$ નું મૂલ્ય $1.0\, m$ અને એક દોલન માટે $0.01$ સેકન્ડ જેટલું વિભેદન ધરાવતી સ્ટોપવૉચ વડે મપાયેલ એક સંપૂર્ણ દોલનનો સમય $1.95$ સેકન્ડ છે. $g$ માં મપાયેલ પ્રતિશત ત્રુટિ ..... $\%$ હશે.
જો $Z=\frac{A^{4} B^{1 / 3}}{ C D^{3 / 2}}$ હોય, તો $Z$ માં સાપેક્ષ ત્રુટિ શોધો.
એક સાર્વજનિક યોરસ બાગ, $(100 \pm 0.2) \,m ^2$ નું ક્ષેત્રફળ ધરાવે છે. બાગની બાજુ ની લંબાઈ ............. $m$ હશે?