સામાન્ય પ્રક્રિયા લખી તેના વેગ અચળાંકનો એકમ તારવો. અને તેના આધારે પ્રક્રિયાક્રમ ધરાવતી પ્રક્રિયાના વેગ અચળાંકમાં સૂત્ર લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a)$ સામાન્ય પ્રક્રિયા : $a A +b B \rightarrow c C +d D$

આ સામાન્ય પ્રક્રિયાના વિકલન વેગ નિયમની અભિવ્યક્તિ નીચે પ્રમાણે કરાય છે.

વેગ$=-\frac{ d [ R ]}{ dt }=k[ A ]^{x}[ B ]^{y}$

$\therefore \quad k=\frac{Velocity}{[ A ]^{x}[ B ]^{y}}$

જ્યાં $(x+y)$ પ્રક્રિયાનો ક્રમ $=n$ લઈએ અને $n=0,1,2,3, \frac{1}{2}, \frac{3}{2} \ldots$ વગેરે છે. જ્યાં વેગનો એકમ SI પદ્ધતિમાં $mol L ^{-1} s ^{-1}$ છે.

જે સાંદ્રતા / સમયનો એકમ છે.

પ્રક્રિયા ક્રમ $=n$ જેથી $n$ નો એકમ $\left( mol L ^{-1}\right)^{n}$ થાય.

સમીકરણ $(ii)$માં આ મૂલ્ય મૂકવાથી $k$ નો એકમ

$=\frac{\operatorname{mol~L}}{\text { સમય }} \times \frac{1}{\left( mol L ^{-1}\right)^{ n }}$

$k$ નો એકમ $=\left(\operatorname{mol~} L ^{-1}\right)^{(1-n)} s ^{-1}$

$(b)$ ભિન્ન પ્રક્રિયાક્રમ ધરાવતી પ્રક્રિયાના વેગ અચળાંકમાં સૂત્ર કોષ્ટક મુજબ દર્શાવેલ છે.

પ્રક્રિયા ક્રમ $(n)$

$k$નો એકમ

$\left(\operatorname{mol} \mathrm{L}^{-1}\right)^{(1-n)} \mathrm{s}^{-1}$

શૂન્ય $(0)$ $\left(\operatorname{mol} \mathrm{L}^{-1}\right)^{1-0} \mathrm{~s}^{-1}=\operatorname{mol} \mathrm{L}^{-1} \mathrm{~s}^{-1}$
એક $(1)$

$\left(m o l \mathrm{~L}^{-1}\right)^{(1-1)} \mathrm{s}^{-1}=\left(\operatorname{mol} \mathrm{L}^{-1}\right)^{0} \mathrm{~s}^{-1}=\mathrm{s}^{-1}$

બે $(2)$ $\begin{aligned}\left(\mathrm{mol} \mathrm{L}^{-1}\right)^{(1-2)} \mathrm{s}^{-1} &=\left(\mathrm{mol} \mathrm{L}^{-1}\right)^{-1} \mathrm{~s}^{-1} \\ &=\mathrm{mol}^{-1} \mathrm{~L} \mathrm{~s}^{-1} \end{aligned}$
ત્રણ $(3)$ $\begin{aligned}\left(\mathrm{mol} \mathrm{L}^{-1}\right)^{(1-3)} \mathrm{s}^{-1} &=\left(\mathrm{mol} \mathrm{L}^{-1}\right)^{-2} \mathrm{~s}^{-1} \\ &=\mathrm{mol}^{-2} \mathrm{~L}^{2} \mathrm{~s}^{-1} \end{aligned}$

Similar Questions

રસાયણિક પ્રક્રિયા $A+B \rightarrow$ નીપજ માટે,$A$ અને $B$ ના સંદર્ભ સાથે ક્રમ $1$ છે

Rate $mol\,L^{-1}\,s^{-1}$ $[A]$ $mol\,L^{-1}$ $[B]$ $mol\,L^{-1}$
$0.10$ $20$ $0.5$
$0.40$ $x$ $0.5$
$0.80$ $40$ $y$

 $x$ અને $y$ ના મુલ્યો શું છે ?

  • [JEE MAIN 2023]

પ્રક્રિયાના વેગ અચળાંક છે. દરેક પ્રક્રિયાનો એકંદર ક્રમ શું હશે ? 

$(a)$ $2.1 \times 10^{-2}\,mol \,L ^{-1} \,s ^{-1}$

$(b)$ $4.5 \times 10^{-3} \,min ^{-1}$

યોગ્ય ઉદાહરણો આપી સ્પષ્ટ કરો કે, વેગ સમીકરણમાં ઘાતાંકો, તેમની સંતુલિત રાસાયણિક પ્રક્રિયાના સમીકરણના તત્વયોગમિતિય ગુણાંકના જેટલા હોય કે ન પણ હોય. 

$2A + B \rightarrow $ નીપજ પ્રક્રિયામાં $B$ નું સાંદ્રણ બમણું કરવામાં આવે તો અર્ધ આયુષ્ય સમય બદલાતો નથી. પરંતુ જ્યારે ફક્ત $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ બમણો થાય છે. તો આ પ્રક્રિયા માટે વેગ અચળાંકનો પરિમાણ (એકમ) જણાવો.

પ્રક્રિયાઓ જેની વેગ અભિવ્યક્તિ

$(a)$ વેગ $=k[ A ]^{1 / 2}[ B ]^{3 / 2}$

$(b)$ વેગ $=k[ A ]^{3 / 2}[ B ]^{-1}$

છે તે પ્રક્રિયાના એકંદર ક્રમ ગણો.