યોગ્ય ઉદાહરણો આપી સ્પષ્ટ કરો કે, વેગ સમીકરણમાં ઘાતાંકો, તેમની સંતુલિત રાસાયણિક પ્રક્રિયાના સમીકરણના તત્વયોગમિતિય ગુણાંકના જેટલા હોય કે ન પણ હોય. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નીચે આપેલ પ્રક્રિયાઓના સંતુલિત સમીકરણમાં પ્રક્રિયકોના તત્ત્વયોગમિતિય ગુણાંકો, વિકલન વેગ નિયમની અભિવ્યક્તિમાં ઘાતાંકો તરીકે છે.

પ્રક્રિયા $(i$) $NO _{2}$ ના નિર્માણની પ્રક્રિયા

$2 NO _{( g )}+ O _{2( g )} \rightarrow 2 NO _{2( g )}$

તેના વિકલન વેગ નિયમની અભિવ્યક્તિ નીચે પ્રમાણે છે.

વેગ $=-\frac{ d [ R ]}{ dt }=k\left[ NO ^{2}\left[ O _{2}\right]\right.$

વેગ નિયમ સૈદ્ધાંતિક નથી પણ પ્રાયોગિક રીતે નક્કી કરાય છે. આથી નીચે આપેલી પ્રક્રિયાઓમાં ઘાતાંકનું મૂલ્ય સહગુણાંકથી ભિન્ન, પ્રાયોગિક મૂલ્યથી નક્કી કર્યા પ્રમાણે છે.

$(i)$ પ્રક્રિયા : $CHCl _{3}+ Cl _{2} \rightarrow CCl _{4}+ HCl$

પ્રક્રિયાના વિકલન વેગ નિયમની અભિવ્યક્તિ નીચે પ્રમાણે છે.

વેગ $=-\frac{ d [ R ]}{ dt }=k\left[ CHCl _{3}\right]\left[ Cl _{2}\right]^{\frac{1}{2}}$

અને $\left[ Cl _{2}\right]$ ના ઘાતાંકમાં $\frac{1}{2}$ છે જે પ્રક્રિયામાં $Cl _{2}$ નો તત્ત્વયોગમિતિય ગુણાંક તરીકે નથી.

$(ii)$ પ્રક્રિયા: $CH _{3} COOC _{2} H _{5}+ H _{2} O \rightarrow CH _{3} COOH + C _{2} H _{5} OH$

આ પ્રક્રિયા માટે વેગ નિયમની અભિવ્યક્તિ પ્રાયોગિક મૂલ્યો પ્રમાણો નીચે પ્રમાણે છે.

વેગ$=-\frac{ d [ R ]}{ dt }=k\left[ CH _{3} COOC _{2} H _{5}\right]\left[ H _{2} O \right]^{0}$

$=k\left[ CH _{3} COOC _{2} H _{5}\right]$

આ રીતે આ સમીકરણમાં પ્રક્રિયક તરીકે $H _{2} O$ છે તેમ છતાં પ્રક્રિયાના વેગનો આધાર $\left[ H _{2} O \right]$ ઉ૫ર નથી તેવું પ્રાયોગિક પરિણામોથી નક્કી કરાયું છે.

વેગ નિયમની અભિવ્યક્તિ માત્ર સંતુલિત પ્રક્રિયા સમીકરણથી કરી શકાય નહીં પણ પ્રાયોગિક પરિણામે ઉપરથી જ કરવી જોઈએ.

Similar Questions

પ્રક્રિયા માટે વિકલન વેગ નિયમ લખો અને તેમના પ્રક્રિયા ક્રમ આપો :

$CHCl _{3}+ Cl _{2} \rightarrow CCl _{4}+ HCl$

$CH _{3} COOC _{2} H _{5}+ H _{2} O \rightarrow CH _{3} COOH + C_2H_5OH$

પ્રારંભિક પ્રકિયા $2AB + B \to A_2B_3$ એ પ્રકિયકોના સમાન મોલ લઇને $1\, dm^3$ અને $2\, dm^3$ કદના પાત્રોમાં અલગ રીતે કરવામાં આવે તો પ્રક્રિયાવેગનો ગુણોત્તર $(r_1/r_2$) ...

$N _{2} O _{5}$ ના વાયુમય કલામાં $318$ $K$ તાપમાને વિઘટનની $\left[2 N _{2} O _{5} \rightarrow 4 NO _{2}+ O _{2}\right]$ પ્રાયોગિક માહિતી નીચે આપેલ છે :

$t/s$ $0$ $400$ $800$ $1200$ $1600$ $2000$ $2400$ $2800$ $3200$
${10^2} \times \left[ {{N_2}{O_5}} \right]/mol\,\,{L^{ - 1}}$ $1.63$ $1.36$ $1.14$ $0.93$ $0.78$ $0.64$ $0.53$ $0.43$ $0.35$

$(i)$ $\left[ N _{2} O _{5}\right]$ વિરુદ્ધ $t$ આલેખ દોરો.

$(ii)$ પ્રક્રિયા માટેનો અર્ધઆયુષ્ય સમય શોધો.

$(iii)$ $\log \left[ N _{2} O _{5}\right]$ અને $t$ વચ્ચેનો આલેખ દોરો.

$(iv)$ વેગ નિયમ શું હશે ?

$(v)$ વેગ અચળાંક ગણો.

$(vi)$ $k$ ઉપરથી અર્ધઆયુષ્ય સમય ગણો અને $(ii)$ સાથે સરખાવો.

પ્રક્રિયકની ...... $M$ સાંદ્રતાએ પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ અને તૃતીય કમની પ્રક્રિયાના વેગ અચળાંક સમાન થાય.

પક્રિયા $2 NO + Br _2 \rightarrow 2 NOBr$

નીચે આપેલ પ્રક્કિયાવિધી દ્વારા થઈ રહી છે.

$NO + Br _2 \Leftrightarrow NOBr _2 \text { (fast) }$

$NOBr _2+ NO \rightarrow 2 NOBr$(ધીમી)

પ્રક્રિયાનો સમગ્ર ક્રમ $........$

  • [JEE MAIN 2023]