તફાવત આપો : રચનાસદ્દશ અંગ અને કાર્યસદ્દશ અંગ
રચનાસદશ અંગ :આ પ્રાણીઓમાં અગ્ર ઉપાંગો ભિન્ન કાર્યો કરે છે, તેઓ અંત:સ્થ રચનાકીય સમાનતા ધરાવે છે.
આ રચનાઓ સમમૂલક કે રચનાસદ્દશ (homologous) છે
રચના સદશતા અપસારી ઉદ્દવિકાસ આધારિત છે.
ઉદાહરણ તરીકે વ્હેલ, ચામાચીડિયાં, ચિત્તા અને માનવ (બધા સસ્તનો) માં અગ્ર ઉપાંગનાં અસ્થિઓની ભાતમાં સમાનતા જોવા મળે છે
કાર્યસદશ અંગ: તેઓ અંત:સ્થ રચનાની દષ્ટિએ સમાન નથી છતાં સમાન કાર્યો કરે છે.
તેથી કાર્યસદશ રચનાઓએ કેન્દ્રાભિસારી ઉદ્દવિકાસ (convergent evolution) - સમાન કાર્ય માટે ભિન્ન રચનાઓ વિકસે છે અને તેથી સમાનતા ધરાવે છે. કાર્યસદશ્યતાનાં અન્ય ઉદાહરણોમાં ઓક્ટોપસ અને સસ્તનોની આંખ અથવા પેંગ્વિન અને ડોલ્ફિનના ફિલપર્સ (flippers) છે.
ખડકોમાં રહેલા જીવન સ્વરૂપોના સખત ભાગોને શું કહે છે?
તુલનાત્મક ........ અને ............ હાલના અને અગાવના વર્ષોમાં અસ્તિત્વ ધરાવતા સજીવો વચ્ચે સમાનતા અને જુદાપણું દર્શાવે છે.
ઈગ્લેન્ડમાં કોઈ એક વિસ્તારના ફુદાનું અવલોકન કયા ઉદવિકાસનું સમર્થન કરતું હતું?
કાર્યસદેશ અંગો એ શેની રચનાઓ છે?
આકૃતિમાં દર્શાવેલ પ્રાણી કયા નામે ઓળખાય છે?