બર્નુલીના સમીકરણની ઉપયોગીતા જણાવો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાતા જતા આડછેદના ક્ષેત્રફળવાળી નળીમાંથી આપેલ ધનતા ધરાવતું પ્રવાહી વહન પામે છે. જો $A$ આડછેદનું ક્ષેત્રફળ $1.5\,cm ^2$ અને $B$ નું $25\,mm ^2$ તથા જો $B$ આગળ પ્રવાહીની ઝડપ $60\,cm / s$ હોય. $\left( P _{ A }- P _{ B }\right)$ ............. $pa$ થશે. ($A$ અને $B$ બિંદુઓ આગળ પ્રવાહીના દબાણ $P_A$ અને $P_B$ છે. $\rho=1000\,kg\,m ^{-3}$ $A, B$, નળીની અક્ષ પરના બિંદુઓ છે.)
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ નળીમાંથી પાણી વહે છે. $\mathrm{A}$ અને $\mathrm{B}$ બિંદુ જેમના આડછેડના ક્ષેત્રફળ અનુક્રમે $40\; \mathrm{cm}^{2}$ અને $20\; \mathrm{cm}^{2}$ છે, તેમની વચ્ચે દબાણનો તફાવત $700\; \mathrm{Nm}^{-2}$ છે.તો નળીમાંથી દર સેકન્ડે પસાર થતાં પાણીનું કદ . ........ $\mathrm{cm}^{3} / \mathrm{s}$ હશે.
એક $\rho$ ઘનતા ધરાવતા પદાર્થને $h$ ઊંચાઈથી સ્થિર અવસ્થામાંથી $\sigma$ ઘનતા ધરાવતા તળાવમાં છોડવામાં આવે છે, જ્યાં $\sigma > \rho$. બધા જ અવરોધક બળોને અવગણવામાં આવે છે તો પદાર્થએ સપાટી પર પાછો આવે તે પહેલા મહત્તમ કેટલી ઊંડાઈ સુધી ડૂબશે?
માનસમાં રહેલ રુધિર વહન કરતી ધમની સંકોચાતા બ્લડ પ્રેશર વધે છે જે નીચેનામાથી કયા નિયમનું પાલન કરે છે?
સમક્ષિતિજ રાખેલ પાઇપમાં કેરોસીનનો વેગ $ 5 m/s$ છે.તો વેલોસીટી હેડ ...... $m$ થાય?($g = 10m/{s^2}$ )