એક કણ પર ત્રણ બળો લાગતાં હોય અને કણ સંતુલનમાં હોય તેની શરત લખો.
ગતિવિજ્ઞાન અથવા ગતિશાસ્ત્ર (Dynamics) કોને કહે છે ?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ ચોસલાઓ $A, B$ અને $C$ ને સમક્ષિતિજ લીસી સપાટી પર $80$$N$ ના બળ વડે ખેંચવામાં આવે છે.તો $T_1$ અને $T_2$ અનુક્રમે . . . .. અને . . . . થાય.
ગતિ અંગેનો ગેલિલિયોનો ઢળતાં સમતલોનો પ્રયોગ વર્ણવો.
ઊંચે ફટકારેલા બોલને કેચ કરવા ક્રિકેટર બોલ સાથે હાથને પાછો ખેંચે છે ? શાથી ?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, એક $70\,kg$ દળ ધરાવતા, બગીચામાં વપરાતા, રોલરને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના કોણે $\vec{F}=200\; N$ ના બળ વડે ધક્કો મારવામાં આવે છે. રોલર ઉપર લંબ પ્રતિબળ $...........\,N$ થશે. ( $g=10\,m s ^{-2}$ લો.)