વસંતકાષ્ઠ અને શરદકાષ્ઠ વિશે ટૂંક નોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વસંતકાષ્ઠ: વસંતઋતુમાં એધા ખૂબ જ ક્રિયાશીલ હોય છે અને વધુ પ્રમાણમાં વિશાળ અવકાશયુક્ત જલવાહિનીઓ ધરાવતા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે,

વસંતઋતુમાં પર્ણોની સંખ્યા વધે છે તેથી રસના વહન માટે વધારાની જલવાહિનીઓની જરૂર પડે છે.

આ ઋતુ દરમિયાન બનતા કાષ્ઠને વસંતકાષ્ઠ (Spring wood) કે પૂર્વકાષ્ઠ (Early Wood) કહે છે.

વસંતકાષ્ઠ આછા રંગનું તથા ઓછી ઘનતા (Lower Density) ધરાવતું હોય છે.

શરદકાષ્ઠ (Autumn) : શિયાળામાં એધા ઓછી ક્રિયાશીલ હોય છે અને સાંકડી જલવાહિનીઓ ધરાવતા થોડાક પ્રમાણમાં જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે. આ કાઇને શરદકાઇ (Autumn Wood) કે માજીકાષ્ઠ (Late Wood) કહે છે.

શરદકાષ્ઠ ઘેરા રંગનું તથા વધુ ઘનતા (Higher Density) ધરાવે છે, 

વાર્ષિક વલયો (Annual Rings) : વસંતકાષ્ઠ અને શરદકાષ્ઠ એકાંતરે કેન્દ્રાનુવર્તી (Concentric) વલયોમાં દેખાય છે જે વાર્ષિક વલયો (Annual Rings) બનાવે છે. કાપેલા પ્રકાંડમાં જોવા મળતા વાર્ષિક વલયો વૃક્ષની ઉંમરનો અંદાજ આપે છે

Similar Questions

નીચે પૈકી કઈ રીતે રસ કાષ્ઠએ સખત કાષ્ઠમાં રૂપાંતર પામશે?

નીચેનામાંથી કયું હવામાં ખુલ્લું રાખતા ઝપડથી કોહવાય છે?

ત્વક્ષૈધા વિશે સમજૂતી આપો.

તફાવત આપો : મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ.

બધી પેશીઓનો સમાવેશ કરતી છાલ ..........છે.