દઢોત્તક પેશી વિશે નોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

દઢોત્તક પેશી એ ખૂબ લાંબા, સાંકડા કોષો અને લિગ્નિનથી સ્થૂલન પામેલી કોષદીવાલ યુક્ત સાંકડા કોષોની બનેલી છે.

કોષદીવાલમાં થોડા કે વધારે ગર્તા (Pits - ખાડા) હોય છે.

તે સામાન્યતઃ મૃત અને જીવરસ વગરના છે.

લિગ્નિનના સ્કૂલનને કારણે કોષદીવાલ મજબૂત, કઠણ તથા પાણી માટે અપ્રવેશશીલ બને છે.

કોષો વચ્ચે આંતરકોષીય અવકાશો હોતા નથી.

સ્થાન : આ પેશી વનસ્પતિમાં યાંત્રિક મજબૂતાઈ આપતા અંગોમાં જોવા મળે છે.

પ્રકાર : રચના, ઉત્પત્તિ અને વિકાસના આધારે દૃઢોત્તક પેશી બે પ્રકારની જોવા મળે છે :

(i) તંતુઓ અને (ii) અબ્દિકોષો (કઠક).

$(i)$ તંતુઓ (Fibres) : તે વનસ્પતિના વિવિધ અંગોમાં જોવા મળે છે. તે લાંબા, પાતળા અને અણીવાળા કોષો છે.

કોષોની દીવાલ જાડી લિગ્નિનથી સ્થૂલિત હોય છે.

$(ii)$ અષ્ઠિકોષો (કઠકો - scleroids) : તે કાચલના (કવચયુક્ત ફળ - Nuts) ફલાવરણમાં જામફળ (Guava), નાસપતિ (Pear) અને ચીકુ (Sapota) જેવા ફળોના ગર પ્રદેશમાં, શિખી વનસ્પતિઓના બીજાવરણમાં, ચા (Tea) ના પર્ણમાં આવેલા છે.

કોષો ગોળાકાર, અંડાકાર કે ટૂંકા નળાકાર અને સ્થૂલિત હોય છે, સાંકડું પોલાણ (Cavity - Lumen) ધરાવે છે.

મહત્ત્વ : અંગોને યાંત્રિક મજબૂતાઈ આપે છે.

946-s41g

Similar Questions

અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.

  • [AIPMT 2012]

સ્થૂલકોણક પેશી વિશે નોંધ લખો.

નીચે બે વિધાનો આપેલાં છે :

વિધાન $I$ મૃદુતક પેશી જીવંત છે પરંતુ સ્થૂલકોણ પેશી મૃત છે.

વિધાન $II$ : અનાવૃત્ત બીજધારીમાં જલવાહિની હોતી નથી, પરંતુ જલવાહિનીની હાજરી એ આવૃત્ત બીજધારીની લાક્ષણીક્તા છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો..

  • [NEET 2024]

વાહિનીઓ અને સાથીકોષો શેમાં જોવા મળે છે ?

અન્નવાહક તંતુઓ .......... પેશીના બનેલા છે.