લિલિએસી કુળ વિશે નોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\Rightarrow$ સામાન્ય રીતે લિલિકુળ તરીકે ઓળખાય છે.

$\Rightarrow$ નિવાસસ્થાન : સમગ્ર વિશ્વના મોટા ભાગમાં પથરાયેલ છે.

$\Rightarrow$ વાનસ્પતિક લક્ષણો : મુખ્યત્વે વજકંદ (Corm), ભૂગર્ભીય કંદ (Bulbs), ગાંઠામૂળી (Rhizome) વગેરે દ્વારા વાનસ્પતિક પ્રજનન કરતાં બહુવર્ષાયુ છોડ.

$\Rightarrow$ પર્ણ : મુખ્યત્વે તલીય (Basal), એકાંતરિક, રેખીય, અનુપપર્ણાય, સમાંતર શિરાવિન્યાસ ધરાવતાં છે

$\Rightarrow$ પુષ્પીય લક્ષણો :

$\Rightarrow$ પુષ્પવિન્યાસ : એકાકી પરિમિત, ઘણીવાર છત્રક (Umbellate) જેવા ગુચ્છામાં.

$\Rightarrow$ પુષ્પ : દ્વિલિંગી, નિયમિત પરિપુષ્પ : પરિપુષ્પો છ $(3 + 3)$ ના એકમોમાં, ઘણીવાર ભેગા થઈને નલિકાકાર રચના બનાવે, ધારાસ્પર્શી કલિકાત્તર વિન્યાસ.

$\Rightarrow$ પુંકેસરચક્ર : પુંકેસરો છ $(3 + 3)$ના એકમોમાં, મુક્ત અથવા પરિપુષ્કલગ્ન (Periphyllous), તંતુ લાંબા, અંતર્ભત (Introse) કે બહિર્ભત (Extrose).

$\Rightarrow$ સ્ત્રીકેસરચક્ર : ત્રિસ્ત્રીકેસરચક્ર, યુક્ત સ્ત્રીકેસરચક્ર, બીજાશય ઉચ્ચસ્થ, ત્રિકોટરીય, કોટરમાં અંડકો ઘણા, અક્ષવર્તી જરાયુવિન્યાસ,

$\Rightarrow$ ફળ -પ્રાવર, ભાગ્યે જ અનષ્ટિલા

$\Rightarrow$ બીજ -ભૂપોષી

Similar Questions

નીચેનામાંથી યુક્તદલા ઉપવર્ગમાં કઈ શ્રેણીનો સમાવેશ થાય છે ?

તે કોઈપણ ગોત્ર ધરાવતી નથી પરંતુ ફક્ત $8$ શ્રેણીઓ અને ઘણાં કૂળ ધરાવે છે ?

દ્વિદળી વનસ્પતિઓના કયા ઉપવર્ગમાં બોગનવેલનો સમાવેશ થાય છે?

"ગુલાલ" રંગીન પાવડર જેવી વસ્તુ, કે જેનો ઉપયોગ હોળીનાં તહેવારમાં કરવામાં આવે છે, તે .....માંથી મેળવવામાં આવે છે.

અંજીરના દળદાર પુષ્પધાર ધરાવતું ઉદુમ્બર સંખ્યા બંધ …... ને આવરે છે.