શાથી આણ્વીયતા ફક્ત પ્રાથમિક પ્રક્રિયા માટે હોય છે અને પ્રક્રિયા ક્રમ તે પ્રાથમિક તેમજ જટિલ પ્રક્રિયા માટે પણ લાગુ પડે છે ?
જટિલ પ્રક્રિયાઓ એક કરતાં વધારે તબક્કામાં પ્રાથમિક પ્રક્રિયાઓ થઈને થાય છે. દરેક પ્રાથમિક તબક્કામાં સંઘાત પામતા અણુઓની સંખ્યા અને આણ્વીયતા ભિન્ન હોઈ શકે છે, જેથી સમગ્ર પ્રક્રિયાની આણ્વીયતા નક્કી કરી શકાતી નથી. જ્યારે પ્રક્રિયાક્રમનો આધાર સૌથી ધીમા તબક્કાની ઉપર જ હોય છે. જેથી જટિલ પ્રક્રિયાનો એકંદર પ્રક્રિયાક્રમ નક્રી કરી શકાય છે.
પ્રક્રિયાઓ જેની વેગ અભિવ્યક્તિ
$(a)$ વેગ $=k[ A ]^{1 / 2}[ B ]^{3 / 2}$
$(b)$ વેગ $=k[ A ]^{3 / 2}[ B ]^{-1}$
છે તે પ્રક્રિયાના એકંદર ક્રમ ગણો.
યોગ્ય ઉદાહરણો આપી સ્પષ્ટ કરો કે, વેગ સમીકરણમાં ઘાતાંકો, તેમની સંતુલિત રાસાયણિક પ્રક્રિયાના સમીકરણના તત્વયોગમિતિય ગુણાંકના જેટલા હોય કે ન પણ હોય.
વાતાવરણના ઉપરના સ્તરમાં ઓઝોન વિઘટન નાઇટ્રિક ઓક્સાઇડ દ્વારા ઉદ્દીપિત થાય છે. પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચે મુજબ છે.
$2NO \rightleftharpoons {N_2}O + \left[ O \right]$
${O_3} + \left[ O \right] \to 2{O_2}\,(slow)$
તો પ્રકિયાનો કમ જણાવો.
દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ-અચળાંકનો એકમ ......
$aG + bH \rightarrow$ નિપજ પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં જ્યારે $G$ અને $H$ બંને પ્રક્રિયકોની સાંદ્રતા બમણી હોય તો દર વધીને $8$ ગણું થાય છે. જો કે જ્યારે $G$ ની સાંદ્રતા બમણી થાય ત્યારે $H$ ની સાંદ્રતા નિયત રહે તો દર બમણો થશે. તો સમગ્ર પ્રક્રિયાનો ક્રમ શું થશે?