શા માટે શુષ્ક $HCl$ વાયુ શુષ્ક લિટમસપેપરનો રંગ બદલતો નથી ?
શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ ?
તટસ્થીકરણ પ્રક્રિયા શું છે ? બે ઉદાહરણ આપો.
સામાન્ય રીતે ધાતુની ઍસિડ સાથેની પ્રક્રિયાથી ક્યો વાયુ મુક્ત થાય છે ? ઉદાહરણ દ્વારા સમજાવો. આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો ?
કસનળી $A$ અને $B$માં સમાન લંબાઈની મેંગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે. કસનળી $A$ માં હાઇડ્રોક્લોરિક ઍસિડ $(HCl)$ ઉમેરવામાં આવે છે અને કસનળી $B$ માં એસિટિક ઍસિડ $(CH_3COOH)$ ઉમેરવામાં આવે છે. કઈ કસનળીમાં અતિ તીવ્ર ઉભરા મળે છે ? અને શા માટે ?