એક્ એરોપ્લેન ઉડ્યન સ્તરે અચળ ઝડપે રહેલ છે અને તેની બે પાંખોમાં દરેકનું ક્ષેત્રફળ $40 \mathrm{~m}^2$ છે. જો તેની નીચેની પાંખની સપાટી પર હવાની ઝડ૫ $180 \mathrm{~km} / \mathrm{h}$ અને ઉપરની સપાટી પર $252 \mathrm{~km} / \mathrm{h}$ હોય તો પ્લેનનું દળ_________$kg$છે. (હવાની ઘનતા $1 \mathrm{~kg} \mathrm{~m}^{-3}$ અને $10 \mathrm{~ms}^{-2}$ લો.)
એકબીજાને સમાંતર એક જ દિશામાં ગતિ કરતી બે હોડીઓ એકબીજા તરફ કેમ આકર્ષાય છે ? તે જણાવો ?
પારાના બુંદોને કાચની સ્વચ્છ સપાટી પર મૂકતા તે બુંદો ભેગા થઈને એક બુંદ બની જાય છે. સમજાવો.
જો પાઈપમાંથી વહન પામતા પાણીની ઝડપ $2 \,m / s$ હોય તો તેની એકમ કદ દીઠ ગતિ ઊર્જા ......... $J/m^3$
સ્થિર તરલ માટે બર્નુલીનું સમીકરણ મેળવો.