વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે ? આ પ્રક્રિયાઓ માટેનાં સમીકરણો લખો.
જ્યારે કૉપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલી ડુબાડવામાં આવે ત્યારે કૉપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે ?
સિલ્વરના શુદ્ધીકરણમાં કૉપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો.
$Fe _{2} O _{3}+2 Al \rightarrow Al _{2} O _{3}+2 Fe$
ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે ?
નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં ઑક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો.
$(i)$ $4 Na ( s )+ O _{2}( g ) \rightarrow 2 Na _{2} O ( s )$
$(ii)$ $CuO ( s )+ H _{2}( g ) \rightarrow Cu ( s )+ H _{2} O ( l )$