વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે ? આ પ્રક્રિયાઓ માટેનાં સમીકરણો લખો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વિસ્થાપન પ્રક્રિયા : આ પ્રકારની પ્રક્રિયામાં વધુ સક્રિય તત્ત્વ એ ઓછા સક્રિય તત્ત્વનું તેના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપન કરે છે. દા.ત., 

$Zn (s)+ CuSO _{4}(a q) \rightarrow ZnSO _{4}(a q)+ Cu (s)$  અથવા

$Zn (s)+ CuCl _{2}(a q) \rightarrow ZnCl _{2}(a q)+ Cu (s)$

દ્વિવિસ્થાપન પ્રક્રિયા : આ પ્રકારની પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તો તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે.  દા.ત., 

$BaCl _{2}(a q)+ K _{2} SO _{4}(a q) \rightarrow BaSO _{4}(s)+2 KCl (a q)$

અથવા $NaOH + HCl \rightarrow NaCl + H _{2} O$

Similar Questions

$Fe _{2} O _{3}+2 Al \rightarrow Al _{2} O _{3}+2 Fe$

ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે ? 

આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ ઉમેરતાં શું થાય છે ? સાચા જવાબ પર નિશાન કરો.

નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણો લખો :

$(a)$ કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ $+$ કાર્બન ડાયૉક્સાઇડ $\to $ કૅલ્શિયમ કાર્બોનેટ $+$ પાણી

$(b)$ ઝિંક + સિલ્વર નાઇટ્રેટ $\to $ ઝિંક નાઇટ્રેટ $+$ સિલ્વર

$(c)$ ઍલ્યુમિનિયમ $+$ કૉપર ક્લોરાઇડ $\to $ ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ $+$ કૉપર

$(d)$ બૅરિયમ ક્લોરાઇડ $+$ પોટૅશિયમ સલ્ફેટ $\to $ બૅરિયમ સલ્ફેટ $+$ પોટેશિયમ ક્લોરાઇડ 

આકૃતિમાં દર્શાવ્યા સિવાયની કોઈ એક દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો. 

શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શાથી ગણવામાં આવે છે ? સમજાવો.