નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો ?
$(a)$ સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી
$(b)$ એમોનિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડનાં મિશ્રણમાંથી
$(c)$ ધાતુના નાના કણો (ટુકડા)ને મોટરકારના એન્જિન-ઑઇલમાંથી
$(d)$ જુદા-જુદા રંગીન કણોને ફૂલની પાંખડીઓના અર્કમાંથી
$(e)$ માખણને દહીંમાંથી
$(a)$ બાષ્પીભવન
$(b)$ ઊર્ધ્વપાતન
$(c)$ ગાળણ
$(d)$ ક્રોમેટોગ્રાફી
$(e)$ સેન્ટ્રીફ્યુગેશન
કેવા પ્રકારના મિશ્રણોને સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકાય ?
નીચે દર્શાવેલ દરેકને સમાંગ કે વિષમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો :
સોડાવૉટર, લાકડું, હવા, જમીન, સરકો(વિનેગર), ગાળેલી ચા
પ્રજ્ઞા ચાર જુદા-જુદા પદાર્થોની જુદાં-જુદાં તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે છે. ($100$ ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે, તે નીચે દર્શાવેલ કોષ્ટકમાં આપેલ છે) :
ઓગાળેલ પદાર્થ | તાપમાન $K$ | ||||
$283$ | $293$ | $313$ | $333$ | $353$ | |
પોટેશિયમ નાઇટ્રેટ | $21$ | $32$ | $62$ | $106$ | $167$ |
સોડિયમ ક્લોરાઇડ | $36$ | $36$ | $36$ | $37$ | $37$ |
પોટૅશિયમ ક્લોરાઇડ | $35$ | $35$ | $40$ | $46$ | $54$ |
એમોનિયમ ક્લોરાઇડ | $24$ | $37$ | $41$ | $55$ | $66$ |
$(a)$ $293 \,K$ તાપમાને દર્શાવેલ દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો. આ જ તાપમાને કયા ક્ષારની દ્રાવ્યતા સૌથી વધુ હશે ?
$(b)$ ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની શી અસર થશે ?
નીચેના પૈકી કયો પદાર્થ ટિંડલ અસર દર્શાવશે ?
$(a)$ મીઠાનું દ્રાવણ
$(b)$ દૂધ
$(c)$ કૉપર સલ્ફેટનું દ્રાવણ
$(d)$ સ્ટાર્ચનું દ્રાવણ
તમારી આસપાસ (ચોપાસ)ની વસ્તુઓને શુદ્ધ પદાર્થો અથવા મિશ્રણોમાં અલગ કરવાનો પ્રયત્ન કરો.