સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ વચ્ચેનો તફાવત ઉદાહરણ સહિત સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
સમાંગ મિશ્રણ વિષમાંગ મિશ્રણ
$1.$ એક સમાન સંરચના ધરાવતા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે. $1.$ અસમાન સરંચના ધરાવતા મિશ્રણને વિષમાંગ મિશ્રણ કહે છે.
$2.$ આવા મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકોને એક નિશ્ચિત હદ રેખાથી અલગ કરી શકાતા નથી. $2.$ આવા મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકોને એક નિશ્ચિત હદ રેખાથી અલગ કરી શકાય છે. 
$3.$ તેમના ઘટક કણોને અલગ કરવા માટે ચોક્કસ પદ્ધતિની જરૂર પડે છે.  $3.$ તેમના ઘટક કણોને સરળતાથી અલગ કરી શકાય છે. 
$4.$ દા.ત., પાણીમાં મીઠાનું દ્રાવણ $4.$ દા.ત., મીઠું અને લોખંડના વહેરનું મિશ્રણ

Similar Questions

નીચેના પૈકી કયા પદાર્થોને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય ?

$(a)$ બરફ    $(b)$ દૂધ    $(c)$ લોખંડ    $(d)$ હાઇડ્રોક્લોરિક ઍસિડ

$(e)$ કૅલ્શિયમ ઑક્સાઇડ    $(f)$ મરક્યુરી (પારો)   $(g)$ ઈટ   $(h)$ લાકડું    $(i)$ હવા

પ્રજ્ઞા ચાર જુદા-જુદા પદાર્થોની જુદાં-જુદાં તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે છે. ($100$ ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે, તે નીચે દર્શાવેલ કોષ્ટકમાં આપેલ છે) :

ઓગાળેલ પદાર્થ તાપમાન $K$
$283$ $293$ $313$ $333$ $353$
પોટેશિયમ નાઇટ્રેટ $21$ $32$ $62$ $106$ $167$
સોડિયમ ક્લોરાઇડ $36$ $36$ $36$ $37$ $37$
પોટૅશિયમ ક્લોરાઇડ $35$ $35$ $40$ $46$ $54$
એમોનિયમ ક્લોરાઇડ $24$ $37$ $41$ $55$ $66$

$(a)$ $313\, K$ તાપમાને $50$ ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટૅશિયમ નાઇટ્રેટનું કેટલું દળ જોઈએ ? 

$(b)$ પ્રજ્ઞા $353\, K$ તાપમાને પોટૅશિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાનાં તાપમાને ઠંડું પડવા મૂકે છે. જેમ દ્રાવણ ઠંડું પડશે તેમ તેનું અવલોકન શું હશે ? સમજાવો.

નીચેના શબ્દો ઉદાહરણ સહિત સમજાવો :

$(a)$ કલિલ

$(b)$ નિલંબન

નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો ?

$(a)$ સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી 

$(b)$ એમોનિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડનાં મિશ્રણમાંથી

$(c)$ ધાતુના નાના કણો (ટુકડા)ને મોટરકારના એન્જિન-ઑઇલમાંથી

$(d)$ જુદા-જુદા રંગીન કણોને ફૂલની પાંખડીઓના અર્કમાંથી

$(e)$ માખણને દહીંમાંથી 

ચા બનાવવા માટે તમે કયાં-કયાં પગલાં લેશો ? દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, ઓગળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરો.