$A=\{a, e, i, o, u\}$ અને $B=\{a, b, c, d\}$ લો. $A$ એ $B$ નો ઉપગણ છે ? ના (શા માટે ?). $B$ એ $A$ નો ઉપગણ છે? ના (શા માટે ?)
ગણને ગુણધર્મની રીતે લખો : $\{ 3,6,9,12\}$
જો $A=\varnothing $ હોય, તો $P(A)$ ને કેટલા ઘટકો હશે ?
ચકાસો કે $“\mathrm{CATARACT}”$ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરો અને $“ \mathrm{TRACT}” $ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરોનો ગણ સમાન છે.
વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{ x:x$ એ તમારી શાળાના ધોરણ $\mathrm{XI}$ નો વિદ્યાર્થી છે. $\} \ldots \{ x:x$ એ તમારી શાળાના વિદ્યાર્થી છે. $\} $