નિવસનતંત્રને શું થશે જો
$(a)$ બધા જ ઉત્પાદકોને દૂર કરવામાં આવે.
$(b)$ તૃણાહારી સ્તરના બધા સજીવોને દૂર કરવામાં આવે.
$(c)$ બધી જ ઉચ્ચ માંસાહારી વસ્તીને દૂર કરવામાં આવે.
$(a)$ નિવસનતંત્રમાં બધા ઉત્પાદકોને દૂર કરવામાં આવે તો પ્રાથમિક ઉત્પાદકતા ઓછી થશે. આથી કોઈ પૈકી જૈવભાર ત્યાર પછીના કમિક કે ઉચ્ચતર વિપુવવૃત્તીય પોષકસ્તર કે વિષમપોષીય સજીવોને મળશે નહી.
$(b)$ તૃણાહારી પ્રકારના બધા સજીવોને દૂર કરવામાં આવે તો પ્રાથમિક ઉત્પાદક્તા અને ઉત્પાદકોનો જૈવભાર વધશે અને તૃણાહારી પ્રાહીઓ ખોરાક તરીકે ન મળતાં માંસાહારી પ્રાહીઓ બચી શકશે નહી.
$(c)$ ઉચ્ય કક્ષાના માંસાહારી પ્રાણીઓને દૂર કરવાથી નિવસનતંત્રમાં ખલેલ પડશે. કારણ કે ધણી સંખ્યામાં તૃણાહારીઓ વધશે કે જે વૃક્ષો (ઉત્પાદકો)ને નષ્ટ કરશે અને રણપ્રદેશ ઉત્પન્ન કરશે.
તળાવ નિવસનતંત્રમાં પ્રાણી પ્લવકોને .સ્થાને મૂકી શકાય.
આહાર શૃંખલામાં સૌથી વધુ વસતિ કોની હોય છે ?
તળાવમાં બીજા નંબરનું સૌથી મહત્ત્વનું પોષક સ્તર કયું છે?
સાપ ઉદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જયારે સાપને બાજ ખાય છે, અને ઉંદર એ તીતીઘોડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો આપેલ શૃંખલામાં ઉંદરને કયાં સ્થાને મૂકી શકાય?
નિવસનતંત્રમાં શકિતની તબદલ (હસ્તાંતરણ)ના સંદર્ભમાં “$10$ કિલો હરણનું માંસ એ સિંહના $1$ કિલો માંસ બરાબર છે.” આ વિધાનની સમજૂતી આપો.