દ્વિતીય વૃદ્ધિ એટલે શું ? તેના પ્રકારો કયા કયા છે ?
પ્રાથમિક વૃદ્ધિ (Primary Growth) : અઝીય વર્ધનશીલ પેશીની મદદથી મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ પામે છે જેને પ્રાથમિક વૃદ્ધિ કહે છે.
દ્વિતીય વૃદ્ધિ (Secondary Growth) : પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થયા બાદ, મુખ્યત્વે દ્વિદળી વનસ્પતિઓ ઘેરાવમાં વધારો દર્શાવે છે. ઘેરાવમાં થતા આ વધારાને દ્વિતીય વૃદ્ધિ કહે છે.
દ્વિતીય વૃદ્ધિના પ્રકાર : દ્વિતીય વૃદ્ધિમાં બે પ્રકારની પાર્ષીય વર્ધનશીલ પેશીઓ (Lateral Maristem) ભાગ લે છે. વાહિએધા (Vascular Cambium) અને ત્વક્ષેધા (Cork Cambium).
દેહધાર્મિક રીતે કાષ્ઠનો ક્રિયાશીલ ભાગ ..........છે.
લાકડાનાં વેપારીએ તેના ગ્રાહકને કહ્યું કે, તે જે લાકડાનું થડ ખરીદી રહ્યો હતો, તે $20$ વર્ષ જૂના વૃક્ષમાંથી છે, તો તેણે આ કેવી રીતે સૂચન કર્યું?
નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.
કથન $A:$ માજીકાષ્ઠ (લેઈટ વુડ), પ્રમાણમાં ઓછા જલવાહક ઘટકો અને સાંકડી જલવાહિનીઓ ધરાવે છે.
કારણ $R$ : શિયાળામાં એધા ઓછી સક્રિય હોય છે.
ઉ૫રનાં વિધાનોના પ્રકાશમાં, સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
દ્વિદળી મૂળની વાહિએધા ઉત્પત્તીમાં સંપૂર્ણ દ્વિતીયક છે અને $......$ માંથી ઉત્પન્ન થાય છે.
વસંતકાષ્ઠ અને શરદકાષ્ઠ વિશે ટૂંક નોંધ લખો.