લોરેન્ટઝ બળ એટલે શું ? તેના માટેનું સૂત્ર લખો.
જ્યારે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર એમ બંને હાજર હોય તેવાં વિસ્તારમાંથી વિદ્યુતભારિત કણ પસાર થાય ત્યારે તેનાં પર લાગતાં ફુલ બળને લૉરેન્ટ્ઝ બળ કહે છે.
વિદ્યુતક્ષેત્રમાંથી પસાર થતાં $q$ વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ, $\overrightarrow{ F }$ વિદ્યુત $=q \overrightarrow{ E }$
અને યુંબકીયક્ષેત્રમાંથી પસાર થતાં $q$ વિદ્યુતભાર પર લાગતું યુંબકીય બળ $\overrightarrow{ F }_{megnet}=q(\vec{v} \times \overrightarrow{ B })$
આમ, વિદ્યુતભાર પર લાગતું કુલ બળ,
$=q \overrightarrow{ E }+q(\vec{v} \times \overrightarrow{ B })$
$\therefore \overrightarrow{ F }=q[\overrightarrow{ E }+(\vec{v} \times \overrightarrow{ B })]$ ને લોરેન્ટ્ઝ બળ કહે છે.
કોષ્ટક : જુદી જુદી ભૌતિક પરિસ્થિતિઓમાં ચુંબકીયક્ષેત્રના માનના ક્રમ
ભૌતિક પરિસ્થિતી | $B$ નું માન(ટેસ્લામાં) |
ન્યૂટ્રોન તારાની સપાટી | $10^{8}$ |
કોઈ પ્રયોગશાળામાં મહતમ ક્ષેત્રનું મૂલ્ય | $1$ |
નાના લંબચોરસ ચુંબક $(Bar Magnet)$ની પાસે | $10^{-2}$ |
પૃથ્વીની સપાટી પર | $10^{-5}$ |
મનુષ્યના ચેતાંતંતું | $10^{-10}$ |
તારાઓ વચ્ચેના અવકાશમાં | $10^{-12}$ |
એક વીજભાર યુક્ત કણ યુંબકીયક્ષેત્ર $B$ માં ગતિ કરે છે, તેના વેગના ધટકો $B$ પર છે અને $B$ ને લંબ છે. વીજભારયુક્ત કણનો માર્ગ કેવો હશે?
$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો કણ $x-$ અક્ષની દિશામાં $v$ વેગથી ગતિ કરે છે.તો કઇ આકૃતિમાં કણ પર લાગતું બળ શૂન્ય થાય?
$R$ ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર અક્ષ પર એક ઇલેક્ટ્રોન ગન મૂકવામાં આવેલ છે. સોલેનોઈડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા $n$ અને વહેતો પ્રવાહ $I$ છે.ઇલેક્ટ્રોન ગન સોલેનોઈડમાં ત્રિજયવર્તી દિશામાં $v$ વેગથી ઇલેક્ટ્રોન છોડે છે. જો ઇલેક્ટ્રોન સોલેનોઈડની સપાટી પર પહોચે નહીં તે માટે તેનો મહત્તમ વેગ $v$ કેટલો હોવો જોઈએ?
એક વિદ્યુતભાર માટે $q/m$ નું મૂલ્ય $10^8\, C/kg$ અને તે $3 \times 10^5\, m/s$ ના વેગથી $0.3\, T$ તીવ્રતાવાળા ચુંબકીયક્ષેત્રમાં, ક્ષેત્ર સાથે $30^o$ ના ખૂણે દાખલ થાય છે. વક્રાકાર માર્ગની ત્રિજયા ........ $cm$ હશે.
$v$ વેગથી ગતિ કરતા $q$ વિદ્યુતભાર પર લાગતું સ્થિત વિદ્યુતકીય બળ $\left(\overrightarrow{\mathrm{F}_1}\right)$ અને ચુંબકીય બળ $\left(\overrightarrow{\mathrm{F}_2}\right)$ ને. . . . . . . .રીતે લખી શકાય.