$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો કણ $x-$ અક્ષની દિશામાં $v$ વેગથી ગતિ કરે છે.તો કઇ આકૃતિમાં કણ પર લાગતું બળ શૂન્ય થાય?
$2.0\,eV$ ની ગતિઊર્જા ધરાવતો પ્રોટોન $\frac{\pi}{2} \times 10^{-3}\,T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા અને પ્રોટોનના વેગ વચ્ચેનો ખૂણો $60^{\circ}$ છે. પ્રોટોન દ્વારા લેવામાં આવેલા હેલિકલ પથની પિચ .......... $cm$ છે (પ્રોટોનનું દળ $=1.6 \times 10^{-27}\,kg$ અને પ્રોટોન પરનો વિદ્યુતભાર $ =1.6 \times 10^{-19}\,kg$ લો,)
અચળ વેગ સાથે ગતિ કરતો પ્રોટોન અવકાશના વિસ્તારમાંથી તેના વેગમાં ફેરફાર થયા વગર, પસાર થાય છે. જો $E$ અને $B$ નીચેનામાંથી ક્યું હોઈ શકે ?
ઇલેક્ટ્રોન બીમ પરસ્પર લંબ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માંથી વિચલન વગર ગતિ કરે છે. જો વિદ્યુત ક્ષેત્ર બંધ કરી દેવામાં આવે અને ચુંબકીય ક્ષેત્ર યથાવત રાખવામાં આવે, તો ઈલેક્ટ્રોન કેવી ગતિ કરે?
ચુંબકીયક્ષેત્રમાં મૂકેલાં વિધુતપ્રવાહધારિત સુરેખ સળિયા પર લાગતાં બળનું સૂત્ર મેળવો.
વેગ $\mathrm{v}$ પર આધારિત ચુંબકીય બળ જડત્વીય નિર્દેશ ફ્રેમ પર આધાર રાખે છે, તો ચુંબકીય બળ જુદી જુદી જડત્વીય ફ્રેમમાં અલગ ગણી શકાય ? જુદી જુદી નિર્દેશ ફ્રેમમાં પરિણામી પ્રવેગના મૂલ્યો જુદા જુદા હોય તે વ્યાજબી છે ? સમજૂતી આપો?