હાઇડ્રોજનીકરણ એટલે શું ? તેની ઔદ્યોગિક ઉપયોગિતા શું છે ?
હાઇડ્રોજનીકરણ : પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકોની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મેળવવાની પ્રક્રિયાને હાઇડ્રોજનીકરણ કહેવાય છે.
ઔદ્યોગિક ઉપયોગિતા : હાઇડ્રોજનીકરણ પ્રક્રિયાનો ઉપયોગ વનસ્પતિ તેલના નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનીકરણ દ્વારા વનસ્પતિ ઘી બનાવવા માટે થાય છે. જેમ કે,
વનસ્પતિ તેલ $+$ $H_2$ $\xrightarrow[catalysis]{Ni}$ વનસ્પતિ ઘી
(અસંતૃપ્ત) (સંતૃપ્ત)
${}_{_{R}/}^{^{R}\backslash }C=C_{{{\backslash }_{R}}}^{{{/}^{R}}}$$\xrightarrow[Ni\,\,Catalysis]{{{H}_{2}}}$ $\begin{matrix}
\begin{matrix}
H\,\,\,\,\,H \\
|\,\,\,\,\,\,\,\,\,| \\
\end{matrix} \\
R-C-C-R \\
|\,\,\,\,\,\,\,\,\,\,| \\
R\,\,\,\,\,\,\,R \\
\end{matrix}$
પેન્ટેન માટે તમે કેટલાં બંધારણીય સમઘટકો દોરી શકો ?
આપેલ હાઇડ્રોકાર્બન પૈકી કોની યોગશીલ પ્રક્રિયા થાય છે :
$C _{2} H _{6}, \,C _{3} H _{8},\,C _{3} H _{6}, \,C _{2} H _{2}$ અને $CH _{4}$
સમાનધર્મી શ્રેણી એટલે શું ? ઉદાહરણ સહિત સમજાવો.
ઈથેન અણુનું આણ્વીય સૂત્ર $C_2H_6$ છે, તેમાં
સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભૂદિત કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો.