Free body diagram એટલે શું?
$5\, kg$ દળ ધરાવતી વસ્તુને શિરોલંબ ઊધર્વદિશામાં ફેંકવામાં આવે છે. સમગ્ર ગતિ દરમિયાન હવાનો અવરોધ $10 \,N$ નું સતત અપ્રવેગીત બળ ઉત્પન્ન કરે છે. ઉપર ચઢવાની અને નીચે તરફની ગતિ દરમિયાન સમયનો ગુણોત્તર.........થશે.
એક કણ પર બે બળો લાગતાં હોય ત્યારે તેના સંતુલન માટેની શરત લખો.
એક પદાર્થ પર ત્રણ બળો $\vec {F_1}$, $\vec {F_2}$ અને $\vec {F_3}$ લાગે છે. આ બધા બળો પદાર્થ પરના એક જ બિંદુ $P$ પર લાગે છે તેથી પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો દેખાય છે.
$(a)$ બતાવો કે બળો સમતલીય છે.
$(b)$ બતાવો કે આ ત્રણ બળોના લીધે પદાર્થ પરના કોઈ પણ બિંદુએ લાગતું ટોર્ક શૂન્ય છે.
એક તારના ટુકડાને $Y = Kx^2$ અનુસાર પરવલય આકારમાં વાળવામાં આવેલ છે. તેની અંદર $m$ દળનું એક જંતુ છે, જે તાર પર ઘર્ષણરહિત સરકી શકે છે. જ્યારે તાર સ્થિર હોય ત્યારે તે પરવલયના સૌથી નીચેના બિંદુ પાસે છે. હવે તારને $ X-$ અક્ષને સમાંતર વલય જેટલા અચળ પ્રવેહથી ગતિ કરાવવામાં આવે છે, તો હવે જંતુ તારની સાપેક્ષે સ્થિર રહી શકે તેવું નવા સંતુલિત સ્થાનનું $ Y-$ અક્ષથી અંતર કેટલું હશે ?
$L$ લંબાઇના દોરડા પર $F$ બળ લાગે છે.તો બળ લગાડેલા છેડાથી $x$ અંતરે તણાવબળ કેટલું લાગતું હશે?